For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉસમાં પાર્ટી ઑલ નાઇટ... કરતાં દેખાશે સોનાક્ષય!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 ઑગસ્ટ : બૉલીવુડની હિટ જોડી તરીકે પ્રસિદ્ધ થયેલાં સોનાક્ષય પુનઃ એક વાર બૉસમાં રૂપેરી પડદે ચમકવાનાં છે. જોકે લીડ રોલ અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી કરી રહ્યાં છે, પરંતુ ફિલ્મમાં સોનાક્ષી અક્ષય સાથે એક આયટમ સૉંગમાં ઠુમકાં લગાવતાં દેખાશે.

boss-akshay-sonakshi

રાજૂ ખાનના નૃત્ય દિગ્દર્શન હેઠળ શૂટ થનાર પાર્ટી ઑલ નાઇટ... આયટમ સૉંગમાં સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર તથા રૅપર હની સિંહ સાથે ઠુમકાં લગાવતાં નજરે પડશે. સોનાક્ષી સિન્હા આ અગાઉ સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મમાં થૅંક ગૉડ ઇટ્સ ફ્રાઇડે... તથા ઓહ માય ગૉડ ફિલ્મમાં ગો ગો ગો ગોવિંદા... જેવા આયટમ સૉંગ કરી ચુક્યાં છે.

એંથૉની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ તામિળ ફિલ્મ પોક્કિરી રાજાની હિન્દી રીમેક છે. બૉસનું નિર્માણ અક્ષય કુમાર તથા અશ્વિની યાર્ડી કરી રહ્યાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર તેમજ અદિતી રાવ હૈદરી ઉપરાંત ડૅની, મિથુન ચક્રવર્તી, રોનિત રૉય, પરીક્ષિત સાહની તથા જ્હૉની લીવર પણ છે. અક્ષય કુમાર સાથે 2009માં બ્લ્યુ બનાવનાર એંથૉની ડિસૂઝાની આ ફિલ્મ 18મી ઑક્ટોબરે રિલીઝ થશે.

English summary
Akshay Kumar plays philanthropic villan role in Boss. Boss is the remake of southern film Pokkiri Raja. Sonaksh do item song in Boss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X