Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Watch Video : ચશ્મે બદ્દૂરના પ્રમોશનથી દૂર અલી

મુંબઈ, 2 એપ્રિલ : પાકિસ્તાની અભિનેતા-સંગીતકાર અલી ઝફરે ચશ્મે બદ્દૂર ફિલ્મના પ્રમોશનથી દૂર રહેવા પાછળનું કારણ વીઝા સમસ્યા હોવાનો ઇનકાર કર્યો છે. ઝફરે સ્પષ્ટ કર્યું છે ક ભારતમાં ચશ્મે બદ્દૂર ફિલ્મના પ્રમોશનથી દૂર રહેવા પાછળનું કારણ વીઝા સમસ્યા નહીં, પણ ઈ. નિવાસની ભારત-પાકિસ્તાન મૈત્રી પર આધારિત અમન કી આશા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્તતા છે.

chashmebaddoor

અલી ઝફરે જણાવ્યું - આ પ્રકારની વાતો પૂર્ણત્વે તથ્યહીન છે. હું ટુંકમાં જ કો-સ્ટાર સિદ્ધાર્થ તથા દિવ્યેન્દુ શર્મા સાથે પ્રમોશનમાં જોડાઈ જઇશ. મારી ઇચ્છા હતી કે હું સમગ્ર પ્રમોશન દરમિયાન સાથે રહું.

નોંધનીય છે કે ડેવિડ ધવને 1981ની સફળ ફિલ્મ ચશ્મે બદ્દૂરની રીમેકને દિગ્દર્શિત કરી છે કે જેમાં અલી ઝફર મહત્વના રોલમાં છે. ઈ. નિવાસના પ્રોજેક્ટ અંગે ઝફરે જણાવ્યું - અમન કી આશાના શૂટિંગનો કરાર મેં માર્ચમાં કર્યો હતો, જ્યારે ચશ્મે બદ્દૂર ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી. પછી તેની ડેટ આગળ વધી જતાં મારે પ્રમોશનમાંથી અળગું થવું પડ્યું.

અલી ઝફરે જણાવ્યું - ભારત આવવા અને બૉલવુડનો ભાગ બનવામાં તેમને ક્યારેય કોઈ મુશ્કેલી અનુભવાઈ નથી. તેરે બિન લાદેન ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગલું મૂકનાર ઝફરે જણાવ્યું - મને મુંબઈના મનોરંજન ઉદ્યોગ સાથે ખૂબ લગાવ છે. મારા પ્રત્યે દરેક વ્યક્તિ ઉદાર, સહયોગી અને મિત્રવત છે. મને ભારતમાં ક્યારેય-ક્યાંય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી.

ખેર, હાલ તો આપ જુઓ ચશ્મે બદ્દૂર ફિલ્મનું ઢિચક્યાઓં ધૂમ ધૂમ સૉંગ.

<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/iObNqGTR1Lw" frameborder="0" allowfullscreen></iframe></center>

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X