14 એપ્રિલે આલિયા બનશે રણબીર કપૂરની દુલ્હન, કાકા રૉબિન ભટ્ટે કર્યો ખુલાસો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. જાણો આલિયા ભટ્ટના કાકાએ શું કહ્યુ.

મુંબઈઃ બૉલિવુડ જગતમાં હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટસ મુજબ રણબીર અને આલિયા 17 એપ્રિલે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે, હજુ સુધી રણબીર અને આલિયાના લગ્નની તારીખને લઈને કોઈ પણ અધિકૃત નિવેદન આવ્યુ નથી. સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના ફેન્સ લગ્નના સમાચારોની રાહ જોઈ રહ્યા છે. વળી, હવે આલિયા ભટ્ટના કાકાએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં લગ્નની તારીખને લઈને ખુલાસો કર્યો છે.

આલિયાના કાકાએ કર્યો ખુલાસો

આલિયાના કાકાએ કર્યો ખુલાસો

આલિયાના કાકા રૉબિન ભટ્ટે ઈન્ડિયા ટુડે સાથે પુષ્ટિ કરી કે આલિયા અને રણબીર 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ જશે. અભિનેત્રીનો મહેંદી સમારંભ 13 એપ્રિલે થશે. આલિયાના કાકા રૉબિન ભટ્ટે IndiaToday.inને જણાવ્યુ કે આ કપલના લગ્નનો પ્રોગ્રામ ચાર દિવસનો હશે. લગ્ન 14 એપ્રિલે થશે જ્યારે મહેંદી 13 એપ્રિલે થશે. કપલ આરકેના બાંદ્રા સ્થિત ઘર, વાસ્તુમાં એક અંતરંગ સમારંભમાં પ્રતિજ્ઞાનુ આદાન-પ્રદાન કરશે. રૉબિન ભટ્ટ લેખક અને ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટના પિતા છે.

કરણ જોહર સહિત ઘણી મોટી સેલિબ્રિટીઓ થશે શામેલ

કરણ જોહર સહિત ઘણી મોટી સેલિબ્રિટીઓ થશે શામેલ

અમારા સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ લિસ્ટમાં કરણ જોહર, શાહરુખ ખાન, સંજય લીલા ભણશાળી, આકાંક્ષા રંજન, અનુષ્કા રંજન, રોહિત ધવન, વરુણ ધવન, ઝોયા અખ્તર અને ઘણા બૉલિવુડ હસ્તીઓ શામેલ છે. આલિયા અને રણબીર પોતના હનીમૂન માટે સાઉથ આફ્રિકા જશે. કપલના એક નજીકના સૂત્રએ જણાવ્યુ કે રણબીર અને આલિયા સાઉથ આફ્રિકામાં હનીમૂન માટે જશે. વિદેશમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યા બાદ કપલે ફરીથી આફ્રિકામાં સફારી કરવાનો પ્લાન કર્યો છે.

પાંચ વર્ષના ડેટિંગ બાદ થવા જઈ રહ્યા છે લગ્ન

પાંચ વર્ષના ડેટિંગ બાદ થવા જઈ રહ્યા છે લગ્ન

લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાના હૉલિવુડ ડેબ્યુ હાર્ટ ઑશ સ્ટોનની શૂટિંગ માટે અમેરિકા જશે. બીજી તરફ, રણબીર, રશ્મિકા મંદાના સાથે સંદીપ રેડ્ડી વાંગાના એનિમલનુ શૂટિંગ શરુ કરશે. પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી છેવટે રણબીર અને આલિયા ટૂંક હવે સમયમાં પતિ-પત્ની બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X