
કરણ જોહરની સ્ટૂડન્ટ બની ફોર્બ્સની સુપર અચિવર
કરણ જોહરની ફેવરિટ સ્ટૂડન્ટ આલિયા ભટ્ટે બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરી છે. તેની ઉપલબ્ધિઓનું લિસ્ટ લાંબુ છે, એમાં હવે વધુ એક ઉપલબ્ધિ ઉમેરાઇ છે. ફોર્બ્સ મેગેઝિને પોતાના સુપર અચિવર્સના અંડર 30ના લિસ્ટમાં અનેક એશિયાની મહિલાઓને સ્થાન આપ્યું છે, જેમાંની એક છે આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ માટે આ ઘણી મોટી ઉપલબ્ધિ કહી શકાય. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ સિવાય સાક્ષી મલિક અને દીપા કર્મકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ હજુ માત્ર 24 વર્ષની છે અને આથી જ તેને માટે આ ઘણી મોટી વાત કહેવાય.
તે છેલ્લા પાંચ વર્ષથી બોલિવૂડમાં છે, આ દરમિયાન તેણે હાઇવે, ઉડતા પંજાબ, 2 સ્ટેટ્સ, ડિયર ઝિંદગી, સ્ટૂડન્ટ ઓફ ધ યર, બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને સુંદરતા માટે વખણાય છે, નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધી સૌની તે ફેરવરિટ છે.
અહીં વાંચો - સુપરસ્ટારની કપિલ સાથે પેચઅપ કરવાની અરજી ગૃત્થીએ નકારી
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ છે ડ્રેગન. આયાન મુખર્જીના ડાયરેક્શનમં બનનારી આ ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.