Photos : આલિયા ભટ્ટનો નવો ચાઇનીઝ અવતાર

આલિયા ભટ્ટનો એલી મેગેઝિનના કવર પેજ પર અલગ અંદાજ. આલિયાના આવા લૂકને જોઇ લોકોએ કહ્યુ ચાઇનીઝ આલિયા. આ અંગે વધુ વાંચો અહીં

બોલિવૂડની ક્યૂટ ગર્લ એટલે આલિયા ભટ્ટ આજે તેણે પોતાની ફિલ્મો અને અલગ અલગ કિરદારોના કારણે લોકોના મનમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. જે આલિયાને લોકોએ 'સ્ટુડન્ટ ઓફ ધી યર'માં જોઈ હતી તેના કરતા 'બદ્રીકી દુલ્હનિયા'માં વધારે મેચ્યોર લાગે છે. તો 'હાઇવે' જેવી ફિલ્મોએ તો તેની એક અલગ જ છાપ પાડી દીધી છે. હાલ આલિયા તેની આવનારી ફિલ્મ 'રાજી'ના શૂટિંગમાં વ્યસ્ત છે થોડા સમય પહેલાના જ તેનો ફસ્ટ લૂક સામે આવ્યો હતો. એ ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરીનો પાત્ર કરી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા થયેલા એક મેગેઝિનના ફોટોશૂટમાં તેના લૂકે સહુને ચોકાવી નાખ્યા છે. તો ચાલો જોઇએ આલિયાનો નવો ચાઇનીઝ લૂક.

એલી મેગેઝિન

એલી મેગેઝિન

એલી મેગઝિન ખુબ જાણીતી અને જૂની મેગેઝિન છે. તેની થોડા સમય પહેલા જ 21મી એનિવર્સરી ઉજવવામાં આવી હતી. આ સ્પેશ્યલ ડે ને યાદગાર કરવા તેના કવર પેજ પર આલિયાના ફોટોને પસંદ કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં આલિયાનો લૂક ઘણો જ અલગ લાગી રહ્યો છે. તેના વાળ Chinese fringed કરવામાં આવ્યા છે. આ પહેલા આલિયા ક્યારે પણ આવા અંદાજમાં જોવા નથી મળી.

20 Year

20 Year

આ પહેલા એલી મેગેઝિને તેની સ્થાપનાને 20 વર્ષ થયા હતા. તે અંકમાં પણ આલિયાના ફોટોને કવર પેજ પર લેવામાં આવ્યો હતો. તે ફોટો પણ ખુબ જ સુંદર હતો છે. તેમાં આલિયા હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.

કવર પેજ પર આલિયા

કવર પેજ પર આલિયા

એલી મેગેઝિન અને આલિયાનો નાતો ઘણા લાંબા સમયથી છે. એલી મેગેઝિનના દરેક એનિવર્સરી પર મોટા ભાગે આલિયા જ તેમના કવર પેજની પહેલી પસંદ હોય છે. તેની 19મી એનિવર્સરી પર પણ તેનો ફોટો જોવા મળે છે. તે એ ફોટોમાં ખુબ જ ક્યુટ લાગે છે. લાઇટ મેકઅપ અને પિંચ કલરના વનપીસમાં તે સુપબ લાગે છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

આલિયાનો આ નવો લૂક જોઈને પહેલી નજરે તો વિશ્વાસ જ ન આવે કે તે આલિયા ભટ્ટ છે. એલી મેગેઝિને પણ તેના એ કવર ફોટોને સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે. તો બીજી તરફ આલિયાએ પણ આ તક ને જતી નથી કરી. તેણે પણ પોતાના ઓફિશ્યલ સોશ્યલ હેંડલ પરથી આ કરવ પેજને શેર કર્યો છે. લોકોને પણ તેનો આ લૂક ખુબ પસંદ આવ્યો છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X