રણવીર-આલિયાના લગ્નનુ કાર્ડ થયુ ઈન્ટરનેટ પર લીક, તારીખ-ડિટેઈલ્સ વાયરલ!
ઈન્ટરનેટ પર સાંજથી એક લગ્નનુ કાર્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. જેને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનુ કાર્ડ ગણવામાં આવી રહ્યુ છે.
ઈન્ટરનેટ પર સાંજથી એક લગ્નનુ કાર્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. જેને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનુ કાર્ડ ગણવામાં આવી રહ્યુ છે. આ કાર્ડ પર લગ્નની તારીખ છપાઈ છે 22 જાન્યુઆરી 2020. પરંતુ એ પહેલા કે તમે વધુ સપના જુઓ અમે તમને જણાવી દઈએ કે આ કાર્ડ નકલી છે. પહેલી વાત તો એ કે કાર્ડમાં આલિયા ભટ્ટના નામનો સ્પેલિંગ ખોટો છે. બીજી વાત એ કે આ કાર્ડમાં આલિયા ભટ્ટના પિતાનુ નામ મુકેશ ભટ્ટ લખ્યુ છે કે જે મહેશ ભટ્ટના ભાઈ છે.

એક ઝલકમાં આ કાર્ડ જોવામાં ખરેખર અસલી
જો કે એક ઝલકમાં આ કાર્ડ જોવામાં ખરેખર અસલી લાગી રહ્યુ હતુ અને ફેન્સ ઘણા ઉત્સાહિત થઈ ગયા હતા પરંતુ તેમનુ દિલ તૂટવામાં 30 સેકન્ડ પણ ના લાગી. કારણકે ફેન્સ પણ રણબીર અને આલિયાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અફવાઓ હતી કે ઋષિ કપૂરના કેન્સરનો ઈલાજ ખતમ થતા જ આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય લગ્ન પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના લગ્નની અટકળો ચાલતી રહે છે.

નકલી કાર્ડ પર બંનેની પ્રતિક્રિયા
હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે આ નકલી કાર્ડ પર બંનેની શું પ્રતિક્રિયા હશે. જો કે તમને બતાવીએ બોલિવુડની જોડીઓના અસલી લગ્નના અસલી કાર્ડ.

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ત્રણ રિસેપ્શન આપ્યા હતા. પહેલુ 21 નવેમ્બરના રોજ બેંગલુરુમાં, બીજુ 28 નવેમ્બરના રોજ મુંબઈમાં અને ત્રીજુ 1 ડિસેમ્બરે પોતાના બોલિવુડના દોસ્તો માટે. અને આમાંથી એક કાર્ડ ઑનલાઈન પહોંચી ગયુ હતુ.

પ્રિયંકા ચોપડા-નિક જોનસ
પ્રિયંકા ચોપડાએ પોતાની ધ સ્કાઈ ઈઝ પિંકની ટીમને પોતાના રિસેપ્શનનુ આમંત્રણ કંઈક એ અંદાજમાં આપ્યુ હતુ. આના માટે તેણે ફ્રાંસથી ખાસ પકવાન મંગાવ્યા હતા.

શાહિદ કપૂર-મીરા રાજપૂત
શાહિદ કપૂર અને મીરા રાજપૂતના કાર્ડની ડિટેઈલ્સ ખુદ શાહિદે પસંદ કરી હતી. નાથી લઈને રંગ સુધી.

ઐશ્વર્યા - અભિષેક
આ કાર્ડની સૌથી પ્યારી વસ્તુ એ છે કે આમંત્રણ હિંદીમાં લખવામાં આવ્યુ હતુ જે બચ્ચન પરિવારના વારસાને ખાસ બનાવી દે છે.

સૈફ- કરીના
સૈફ અને કરીનાનું કાર્ડ શાહિદ અને મીરાના કાર્ડથી ઘણુ મળતુ આવે છે અને બંને ઘણા સુંદર લાગી રહ્યા છે.

સોહા-કુણાલ
આનાથી સાદુ અને સરળ કોઈ પણ આમંત્રણ હોઈ શકે નહિ. સોહા અને કુણાલ બંનેને એક જ ખાનગી સમારંભ જોઈતો હતો.

શિલ્પા-રાજ
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનુ કાર્ડ તેમની જેમ જ ચમકતુ અને ભારે ભરખમ છે.

રિતેશ-જેનિલિયા
રિતેશ અને જેનિલિયાનું કાર્ડ પણ ક્યુટઅને તેમની જોડી જેવુ જ પ્રેમાળ છે.

અર્પિતા-આયુષ
જેટલો ભારે સલમાન ખાનનો વટ છે એટલુ જ નખરાળુ હતુ આર્પિતા અને આયુષના લગ્નનુ કાર્ડ. જો કે આ ગ્રીટિંગ કાર્ડ વધુ લાગી રહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
