Video : બિગ બોસના ઘરમાં આલિયા ભટ્ટની એન્ટ્રી, બહેન પુજા ભટ્ટ સાથે ધમાલ કરતી જોવા મળશે
બોલિવૂડની સૌથી ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ બિગ બોસ ઓટીટી 2ના ઘરમાં પહોંચી છે. આલિયાની એન્ટ્રી સાથે જ ઘરનો માહોલ બદલાઈ લયો છે. બિગ બોસના ઘરમાં ફેમિલી વિકની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે પરિવારના સભ્યોને મળવા વિશેષ લોકોની ઘરમાં એન્ટ્રી થઈ છે.
આલિયા ભટ્ટ પણ આ જ ઉજવણીના ભાગરૂપે બિગ બોસના ઘરાં પહોંચી છે. આલિયા તેની મોટી બહેન પુજા ભટ્ટને સપોર્ટ કરવા માટે પહોંચી છે. અહેવાલો એવા પણ છે કે આલિયા ભટ્ટ તેની સાથે પુજા ભટ્ટને પણ ઘરની બહાર લઈ જઈ શકે છે.

Jio સિનેમાએ પોતાની એક પોસ્ટમાં આલિયા ભટ્ટની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં જણાવ્યુ કે, આલિયા ભટ્ટ તેની મોટી બહેન પૂજા ભટ્ટને મળવા અને સપોર્ટ કરવા માટે ઘરમાં એન્ટ્રી કરશે.
જણાવી દઈએ કે, આજે જ આલિયા ભટ્ટ તેની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે બિગ બોસ ઓટીટી સીઝન 2 ના તેના ત્રણ ગમતા સ્પર્ધકો વિશે ખુલાસા કર્યા હતા.
આલિયા ભટ્ટે એલ્વિશ યાદવને તેની ફિલ્મ રોકીનો મુખ્ય પાત્ર ગણાવ્યો અને કહ્યું કે, મને એલ્વિશ ખૂબ જ શરારતી લાગે છે. તેની સ્ટાઈલ અલગ છે. તે દરેક લોકોનું મનોરંજન કરે છે. મને તે ખૂબ ગમે છે.
આલિયા ભટ્ટે આગળ જણાવ્યુ કે, મારી મોટી બહેન અને આ શોની સ્પર્ધક પૂજા ભટ્ટ બિલકુલ રાણી જેવી છે. તે પરિવારની દીકરીની જેમ વર્તે છે. પૂજા ભટ્ટ બિગ બોસ OTT 2 ના ઘરમાં તેના મજબૂત વિચારો માટે જાણીતી છે. તેણે તાજેતરમાં બિગ બોસ ઓટીટી 2 પર તેના તૂટેલા લગ્ન વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે 11 વર્ષ પછી તેના ડિવોર્સ તેને મોત સમાન લાગ્યા હતા.
જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ પહેલા તેના પિતા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ પણ પોતાની દીકરી પૂજા ભટ્ટને મળવા બિગ બોસના ઘરમાં પહોંચ્યા હતા. મહેશ ભટ્ટે પૂજા ભટ્ટ સાથે જોડાયેલી એક ઘટના પરિવારના તમામ સભ્યોની સામે કહી હતી અને ઈમોશનલ થયા હતા.
મહેશ ભટ્ટે જણાવ્યું કે, જ્યારે તેમનો પરિવાર સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુત્રી પૂજા ભટ્ટે પરિવાર ચલાવવામાં મદદ કરી હતી.












Click it and Unblock the Notifications
