આલિયા ભટ્ટનો પહેલો પ્રેમ સિદ્ધાર્થ મલ્હોત્રા નહીં પણ કોઈ બીજુ હતું, જાણો શું કહ્યું આલિયા ભટ્ટે?
છેલ્લા ઘણા સમયથી કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરણ સિઝન 8 ખુબ જ ચર્ચામાં છે. આ શોમાં બોલિવૂડ સ્ટાર્સની અંગત લાઈફને લઈને ઘણા ખુલાસા થઈ રહ્યા છે.
કોફી વિથ કરણની ચર્ચા વચ્ચે આલિયા ભટ્ટ પણ કરીના કપૂર સાથે ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ દરમિયાન તેણે તેના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કરી, જેની હવે ચર્ચા થઈ રહી છે.

શોમાં આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રશંસા કરી અને તેના માટે એક મેસેજ આપ્યો. આલિયાએ કહ્યું કે, સિદ્ધાર્થ ઘણો સારો સિંગર છે. તેને હેલ્દી લાઈફ પસંદ છે તેથી તે ભાગ્યે જ પાર્ટી કરે છે. તે તમામ લોકો સાથે સારું વર્તન કરે છે મજાક કરે છે. તે પોતાના જન્મદિવસ પર વહેલા સૂઈ જાય છે.
આલિયા ભટ્ટે આગળ કહ્યું કે, સિદ્ધાર્થ ખૂબ જ દયાળુ છે, તેથી જ તેની સારી ફેન ફોલોઈંગ છે. હું તેનો આભાર માનું છું કારણ કે તેણે મને મારા જીવનના પ્રથમ પ્રેમ સાથે પરિચય કરાવ્યો, જે એડવર્ડ છે.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પાસે એક સુંદર બિલાડી છે જેને તે એડવર્ડ ભટ્ટ કહીને બોલાવે છે. આ સાથે તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.
જણાવી દઈએ કે, કોફી વિથ કરણની છેલ્લી સીઝનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ઈશારામાં કહ્યું કે, તેણે એડવર્ડને આલિયાને ગિફ્ટ કરી હતી. જ્યારે કરણ જોહરે અભિનેતાને પૂછ્યું કે તે તેના ભૂતકાળના સંબંધો વિશે સૌથી વધુ શું યાદ કરે છે, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો, ક્યારેય કોઈને પેટ્સ ન આપો.












Click it and Unblock the Notifications
