આલિયા ઇઝ સેક્સી બટ નોટ ઇમ્પ્રેસિવ...
મુંબઈ, 20 ઑક્ટોબર : આલિયા ઇઝ સેક્સી બટ નોટ ઇમ્પ્રેસિવ. એમ કહેવું છે તે લોકોનું, જેઓ ગઈકાલે રિલીઝ થયેલી કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય જોઈને સિનેમા ઘરોમાંથી બહાર નિકળ્યા હતાં.

ફિલ્મ જોઈ બહાર નિકળતા જતિન પ્રભાકર, રીતેશ દેશમુખ જેવા ર્શકો સાથે જ્યારે વનઇન્ડિયાએ વાત કરી, તો તેમણે જણાવ્યું કે ફિલ્મ એસઓટીવાય એક હળવી અને મનોરંજક ફિલ્મ છે કે જેને આપ એક વાર જોઈ શકો છો.
ફિલ્મમાં નવાપણું કલાકારોના કારણે છે. આલિયા ભટ્ટનું કામ સારૂં છે. તે સુંર છે અને સેક્સી પણ છે, પરંતુ તે પૂજા ભટ્ટ જેવી ઇમ્પ્રેસિવ નથી. આલિયામાં તે વાત નથી, જો તેની બહેન પૂજા ભટ્ટમાં હતી. ખેર, સરવાળે ફિલ્મ ઠીકઠાક છે કે જે નવયુવાનોએ જરૂર જોવી જોઇએ.
આપને જણાવી દઇએ કે એસઓટીવાય ગઈકાલે સિલ્વર સ્ક્રીને રિલીઝ થઈ છે. તેના મુખ્ય કલાકારો આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે. તેના વિશે દર્શકોએ જણાવ્યું છે કે આ ફિલ્મ બહુ દાવા તો નથી કરતી, પણ આપને મનોરંજિત જરૂર કરે છે. ફિલ્મની વાર્તા આપને ફરી વાર આપના કૉલેજના દિવસોમાં લઈ જાય છે.












Click it and Unblock the Notifications
