Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આલિયાએ ઓળંગી તમામ હદો, લિપલૉકની હૅટ્રિક પણ વટાવી!

મુંબઈ, 27 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ ધીમે-ધીમે પગ જમાવતા જાય છે. પોતાના અભિનય કૌશલ્ય દ્વારા દર્શકોને આકર્ષનાર તથા સમીક્ષકોના વખાણ પામનાર આલિયા ભટ્ટ ઇંટીમેસીમાં પણ નંબર વન બનતા જાય છે.

પોતાની પ્રથમ જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં ઇંટીમેટ થતા ન ખચકાનાર આલિયા ભટ્ટે પછી તો પાછુ વળીને જોયુ નથી અને હાઈવે તથા 2 સ્ટેટ્સ ફિલ્મમાં પણ મન મૂકીને લિપલૉક્સ તથા ઇંટીમેટ દૃશ્યો આપ્યા હતાં. આલિયા ભટ્ટે પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરી હતી, તો બીજી ફિલ્મ હાઈવેમાં રણદીપ હુડા તથા ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સમાં અર્જુન કપૂર તેમના હીરો હતાં. આ તમામ ફિલ્મોમાં આલિયા ભટ્ટ ઇંટીમેટ તથા લિપલૉક સીન્સ માટે ચર્ચામાં રહ્યા હતાં.

હવે આલિયા ભટ્ટ આવી રહ્યાં છે ચોથી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ આલિયા અને વરુણની જોડી ફરી વાર આ ફિલ્મમાં આવી રહી છે, તો ફિલ્મના નિર્માતા પણ કરણ જૌહર જ છે. આ ફિલ્મમાં પણ આલિયા ભટ્ટે તમામ હદો ઓળંગી દીધી છે અને વરુણ ધવન સાથે હૉટ-એન-સ્પાઇસી લિપલૉક સીન આપ્યું છે.

ચાલો જોઇએ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મનું આલિયા-વરુણ વચ્ચેનું હૉટ લિપલૉક તથા આલિયાના અગાઉના લિપલૉક :

શરુઆત જ બોલ્ડ

શરુઆત જ બોલ્ડ

આલિયા ભટ્ટે બૉલીવુડ કૅરિયર સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું અને પહેલી જ ફિલ્મમાં તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લિપલૉક કર્યુ હતું.

હાઈવેમાં ઝડપ વધી

હાઈવેમાં ઝડપ વધી

આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવે હતી કે જેમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયાં. આ ફિલ્મમાં પણ આલિયા ભટ્ટે રણદીપ હુડા સાથે અનેક બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં.

રણદીપ સાથે લિપલૉક

રણદીપ સાથે લિપલૉક

હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડાનું ગરમાગરમ લિપલૉક સીન પણ હતું.

2 સ્ટેટ્સ ત્રીજી ફિલ્મ

2 સ્ટેટ્સ ત્રીજી ફિલ્મ

આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ હતી અને અગાઉની બે ફિલ્મો દ્વારા આલિયાએ પોતાની બોલ્ડ ઇમેજનો ઇશારો કરી જ દીધો હતો.

અર્જુન સાથે હૉટ આલિયા

અર્જુન સાથે હૉટ આલિયા

2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટે હીરો અર્જુન કપૂર સાથે અનેક બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં.

આલિયા-અર્જુન લિપલૉક

આલિયા-અર્જુન લિપલૉક

2 સ્ટેટ્સ ફિલ્મમાં પાણી વચ્ચે આલિયા અને અર્જુન વચ્ચે લિપલૉક દૃશ્ય હતું.

વધુ એક લિપલૉક

વધુ એક લિપલૉક

2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટે અર્જુન સાથે પાણી વચ્ચે સિવાય પણ લિપલૉક સીન આપ્યુ હતું.

મજબૂત થઈ બોલ્ડ ઇમેજ

મજબૂત થઈ બોલ્ડ ઇમેજ

2 સ્ટેટ્સ ફિલ્મ પણ સફળ રહી હતી અને આ ફિલ્મમાં અપાયેલા દૃશ્યો સાથે આલિયા ભટ્ટની બોલ્ડ ઇમેજ વધુ મજબૂત થઈ ગઈ.

હદ ઓળંગી આલિયાએ

હદ ઓળંગી આલિયાએ

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા છે. કરણ જૌહર નિર્મિત આ ફિલ્મમાં પણ આલિયા ભટ્ટ અને વરુણ ધવન વચ્ચે ગરમાગરમ દૃશ્યો છે કે જેનો આ તસવીર બોલતો પુરાવો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X