Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : આલિયા ભવિષ્યના બિગ સ્ટાર : પરિણીતી

મુંબઈ, 22 જાન્યુઆરી : કોણ કહે છે કે બે અભિનેત્રીઓ એક-બીજાની પ્રશંસા ન કરી શકે? બૉલીવુડના હાલના ફૅવરિટ અભિનેત્રી પરિણીતી પોતાના સ્પર્ધક આલિયા ભટ્ટના માત્ર મિત્ર જ નથી, પણ તેમના મોટા શુભેચ્છક પણ છે. પરિણીતી કહે છે કે આલિયા ભટ્ટ ભવિષ્યમાં બિગ સ્ટાર બનશે.

મહેશ ભટ્ટની દીકરી અને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ મેળવનાર આલિયા ભટ્ટે તાજેતરમાં જ પોતાના દિલની એક ખૂબ જ ખાસ વાત જાહેર કરી કૉફી વિથ કરણ શો દરમિયાન. આલિયાએ જણાવ્યું કે તેમને પરિણીતી ચોપરા સામે ઈર્ષ્યા થઈ આવે છે, કારણ કે પરિણીતી એક ખૂબ જ સારા અને બહેતરીન અભિનેત્રી છે.

આલિયાના આ નિવેદનના જવાબમાં પરિણીતી ચોપરાએ આલિયાના ગુડ લુક્સ અને ગ્રેટ સ્ક્રીન પ્રેઝેંસના વખાણ કર્યાં છે. પરિણીતી ચોપરા હાલમાં પોતાની આવનાર ફિલ્મ હસી તો ફસીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના હીરો છે સિદ્ધાર્થ મલ્હોત્રા કે જેઓ આલિયા ભટ્ટ સાથે જ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં પ્રવેશ્યા હતાં.

ચાલો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વાતો :

પરિણીતીથી ઈર્ષ્યા થાય છે આલિયાને

પરિણીતીથી ઈર્ષ્યા થાય છે આલિયાને

આલિયા ભટ્ટે તાજેતરમાં કૉફી વિથ કરણ શો દરમિયાન જણાવ્યું કે તેમને પરિણીતી ચોપરા સામે ઈર્ષ્યા થઈ આવે છે, કારણ કે પરિણીતી એક ખૂબ જ સારા અને બહેતરીન અભિનેત્રી છે.

પરિણીતીએ પણ કર્યા વખાણ

પરિણીતીએ પણ કર્યા વખાણ

આલિયા ભટ્ટ દ્વારા વખાણ કરાતા પરિણીતી ચોપરાએ પણ આલિયાના વખાણ કરતાં જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં મોટા સ્ટાર બનશે.

તો હું આલિયાની ફૅન

તો હું આલિયાની ફૅન

પરિણીતીએ એમ પણ કહ્યું - જો હું એક અભિનેત્રી તરીકે નહીં, પણ ઑડિયંસ તરીકે વિચારું, તો હું આલિયાની ફૅન છું, પરંતુ અભિનેત્રી તરીકે હું જાણુ છું કે તે બહુ ક્રાફ્ટી, ગુડ લુકિંગ અને ગ્રેટ સ્ક્રીન પ્રેઝેંસ ધરાવે છે.

પ્રમોશનમાં વ્યસ્ત

પ્રમોશનમાં વ્યસ્ત

પરિણીતી ચોપરા આજકાલ પોતાની આવનાર ફિલ્મ હસી તો ફસીના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેમના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા છે.

આલિયાની હાઈવે

આલિયાની હાઈવે

બીજી બાજુ આલિયા ભટ્ટ પણ પોતાની આવનાર ફિલ્મ હાઈવેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં આલિયાના હીરો રણદીપ હુડા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X