2013નો સૌથી મોટો જોક : મેં તો મજાકમાં કૅટને ભાભી કહી!
મુંબઈ, 20 ડિસેમ્બર : કૅટરીના કૈફને ભાભી સંબોધી ચર્ચા જગાવનાર કરીના કપૂર કહે છે - મેં તો મજાકમાં કૅટરીના કૈફને ભાભી સંબોધ્યા હતાં. કરીના કહે છે - ચૅટ શો કૉફી વિથ કરણમાં મેં કૅટ અંગે જે ટિપ્પણી કરી હતી, તે માત્ર એક મજાક હતી. તેને ગંભીરતાથી નહીં લેવું જોઇએ.

કરીના કપૂરે બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ્સના રેડ કારપેટ ઉપર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું - કૉફી વિથ કરણ મનોરંજક શો છે અને તેનો મતલબ એટલો જ કરવો જોઇએ - હંસી-મજાક. કૅટરીના અંગે મારી ટિપ્પણીને ગંભીરતાથી ન લેવી જોઇએ. હું રણબીરની મોટી બહેન છું અને તેથી હું તેમના વિશે મનફાવે તેમ કહી શકુ છું.












Click it and Unblock the Notifications
