Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટમાંથી જામીન મળ્યા, વિવાદ વચ્ચે જાણો પુષ્પાએ કેટલી કમાણી કરી?
Allu Arjun Arrested : હૈદરાબાદમાં નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરકપડ કરાયા બાદ તેને જામીન મળી ગયા છે. આજે પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યો હતો.
14 દિવસની ન્યાયિક કસ્ટડી બાદ અલ્લુ અર્જુને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે કોર્ટે રાહત આપતા જામીન આપ્યા છે.

સમાચારો અનુસાર, નાસભાગ કેસમાં પોલીસે સંધ્યા થિયેટરના સંચાલક, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. BNS કલમ 105 ગેરઈરાદતન હત્યા અને 118 (1) r/w 3 (5) ઇજા પહોંચાડવી અથવા ગંભીર ઇજા પહોંચાડવાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
સુપ્રીમ કોર્ટના એડવોકેડ પ્રજ્ઞા પારિજાત સિંહ અનુસાર, ભારતીય ન્યાયિક સંહિતાની જે કલમો હેઠળ પોલીસે અલ્લુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે તેમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
ઘટના પર નજર કરીએ તો, પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન પોલીસને જાણ કર્યા વિના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. તેને જોવા માટે ભીડ બેકાબૂ થઈ જતા નાસભાગ મચી હતી.
આ ઘટનામાં એક મહિલાનું મોત થયુ હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણકારી મળતા અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદનું વચન આપ્યું હતું.
આ ઘટનાક્રમ વચ્ચે એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે મૃત્યુ પામેલી મહિલાના પતિ અલ્લુ અર્જુન સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર છે. તેના પતિએ અલ્લુ અર્જુનનું નાસભાગ સાથે કોઈ કનેક્શન ન હોવાનું નિવેદન પણ આપ્યુ છે.
બીજી તરફ પુષ્પા 2 સુપર ફાસ્ટ રીતે બોક્સ ઓફિસ પર ભાગી રહી છે. ફિલ્મે માત્ર 6 દિવસમાં 1 હજાર કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હજુ ફિલ્મ આગામી દિવસોમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.












Click it and Unblock the Notifications
