શું લાગે છે? ઍલોનમાં બિપાશાની જગ્યાએ કઈ હસીના વધુ હૉટ લાગત?
મુંબઈ, 16 જાન્યુઆરી : બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર અભિનીત હિન્દી ફિલ્મ ઍલોન આજે રિલીઝ થઈ ચુકી છે અને થિયેટરોમાં આવી ચુકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં કરણ-બિપાશાની કેમિસ્ટ્રી-હૉટનેસ ચોક્કસ લોગોને ગમી રહ્યા છે અને ઇંટીમેટ સીન્સનો પણ લોકો ભરપૂર આનંદ માણી રહ્યાં છે.
ઍલોન તામિળ ભાષામાં બનેલી ચારૂલતા ફિલ્મની કન્નડ રીમેક ઍલોનની તે જ નામે બનેલી હિન્દી રીમેક છે. ચારૂલતામાં નેશનલ ઍવૉર્ડ વિનિંગ એક્ટ્રેસ પ્રિયમણિ લીડ રોલમાં હતાં.
બૉલીવુડ ફિલ્મ ઍલોનમાં બિપાશા બાસુ ફરી એક વાર હૉરર ક્ષેત્રે આવી રહ્યા છે. તેમની અગાઉની ફિલ્મ ક્રીચર અને તે અગાઉની આત્મા પણ હૉરર ફિલ્મ હતી, તો બીજી બાજુ ટેલીવિઝન અભિનેતા કરણ સિંહ ગ્રોવર ઍલોન સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે.
ખેર, ઍલોનમાં બિપાશા-કરણની હૉટ એન્ડ બોલ્ડ તસવીરો તો આપે જોઈ લીધી હશે, પરંતુ એવું વિચાર્યુ છે કે ઍલોનમાં બિપાશા ઉપરાંત એવી કોઈ 10 બૉલીવુડ અભિનેત્રીઓ છે કે જે તેમનો રોલ કરી શકી હોત?
નહીં વિચાર્યું? તો ચાલો સ્લાઇડરમાં કરીએ આવી કલ્પના :

સન્ની લિયોન
સન્ની લિયોને રાગિણી એમએમએસ 2 દ્વારા આવી ફિલ્મો માટે પોતાની કાબેલિયત સાબિત કરી આપી છે. બિપાશાના ઑપ્શનમાં સન્ની લિયોન કરતા હૉટ કોઈ જ ન હોઈ શકે.

કંગના રાણાવત
કંગના રાણાવતે રાઝ 2માં બિહામણો રોલ કરી પોતાનું કૌશલ્ય સિદ્ધ કર્યુ હતું. જો ઍલોનમાં બિપાશાની જગ્યાએ કંગના હોત, તો પણ તેઓ સારો વિકલ્પ બની શક્યા હોત.

વિદ્યા બાલન
ધ ડર્ટી પિક્ચર સહિતની અનેક ફિલ્મોમાં બોલ્ડ રોલ કરી ચુકેલા વિદ્યા બાલન પણ બિપ્સને માત આપવામાં કૅપેબલ હતાં.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ ઘણી ફિલ્મોમાં મેંટલી ડિસ્ટર્બ વ્યક્તિના રોલ્સ કર્યા છે અને એટલે જ તેઓ ઍલોનમાં જોડકા બહેનોના રોલ આરામથી કરી શક્યાં હોત.

રાણી મુખર્જી
મર્દાનીમાં ટફ પોલીસ કર્મચારીનો રોલ કરનાર રાણી મુખર્જીએ બ્લૅકમાં અલગ જ અભિનય કરી બતાવ્યો હતો. તેઓ પણ ઍલોનના સેટ પર સેટ થઈ શક્યા હોત.

કોંકણા સેન શર્મા
એક થી ડાયનમાં કોંકણા સેન શર્માએ પોતાની હૉરર ફિલ્મોમાં કામ કરવાની કાબેલિયત સાબિત કરી આપી છે. કોંકણા આરામથી બિપાશાને રિપ્લેસ કરી શકે.

કાજોલ
જ્યારથી કાજોલને આપણે સ્ક્રીન પર જોતા આવ્યા છીએ, ત્યારથી એક વાત તો સ્પષ્ટ છે કે કાજોલ કોઈ પણ ફિલ્મ એકલા હાથે ઉપાડી શકવામાં સક્ષમ છે. જોકે ઍલોનમાં કાજોલ હોત, તો ફિલ્મમાંથી ઇંટીમેટ સીન્સ અને વલ્ગર સૉંગ્સની બાદબાકી કરવી પડી હોત.

તબ્બુ
જો તમે હૈદર જોઈ હશે, તો તમે આ વાતથી સંમત થશો કે તબ્બુ પણ ઍલોન કરવામાં સક્ષમ હતાં.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણેએ 2013માં પોતાની જાતને સાબિત કરી આપી અને 2014 પણ તેમના માટે સફળ જ રહ્યું છે. હવે તેમના વિશે તો શું કહી શકાય? એક જ જવાબ હોય, હા હા હા...

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ આજકાલ યુવાનોમાં ખૂબ જ લોકપરિય છે. સફળ ફિલ્મોની હારમાળા સાથે કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ પણ એકલા હાથે ઍલોનને ખેંચી શકવામાં સક્ષમ ગણી શકાય.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
