amar kaushik shraddha kapoor : શ્રદ્ધા કપૂરને લઈને ડિરેક્ટરનું વિવાદીત નિવેદન, સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા
amar kaushik shraddha kapoor : બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફરીવાર ચર્ચામાં આવી છે. જો કે આ વખતે તેનુ કારણ કંઈક અલગ છે. 2018માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ સ્ત્રી અને 2024ની સ્ત્રી 2 ના દિગ્દર્શક અમર કૌશિકનુ એક વિવાદાસ્પદ નિવેદન આગની જેમ વાયરલ થઈ રહ્યું છે.
સ્ત્રી ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની ભૂમિકા ખૂબ પ્રશંસિત રહી હતી. તેણે એક રહસ્યમય પાત્ર દ્વારા દર્શકોના દિલ જીતી લીધાં હતાં. 2024માં પણ ફિલ્મ સ્ત્રી 2માં પણ તેણીએ અભિનયથી સમાન રીતે છાપ છોડી હતી.

આ ફિલ્મોએ ન માત્ર બોક્સ ઓફિસ પર સફળતા મેળવી પરંતુ શ્રદ્ધાની એક્ટિંગ ક્ષમતા પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ વધુ મજબૂત કર્યો હતો.
અમર કૌશિકે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે શ્રદ્ધાનું કાસ્ટિંગ નિર્માતા દિનેશ વિજનની સૂચનાથી થયું હતું.
તેમણે આગળ કહ્યું કે, દિનેશને શ્રદ્ધા એક ફ્લાઈટમાં મળી હતી અને ત્યાં તેણે શ્રદ્ધાનું હાસ્ય જોઈને કહ્યું કે તેનું હાસ્ય ચૂડેલ જેવું લાગે છે. તેથી તેને સ્ત્રીમાં કાસ્ટ કરવામાં આવી હતી.
અમર કૌશિકે હસતાં હસતાં ઉમેર્યું કે, જ્યારે હું શ્રદ્ધાને મળ્યો ત્યારે મેં કહ્યું કે કૃપા કરીને હસ, કારણ કે દિનેશે એવી રીતે વર્ણવ્યું હતું કે તે હસે ત્યારે ચુડેલ જેવી લાગે છે.
આ નિવેદન સામે શ્રદ્ધાના ચાહકો ભારે ગુસ્સામાં છે. તે સોશિયલ મીડિયા પર તેમના ગુસ્સાનો ખુલ્લેઆમ ઇઝહાર કરી રહ્યાં છે. ઘણા યુઝર્સે અમર કૌશિક અને દિનેશ વિજન પર નિશાન સાધ્યું છે.
શ્રદ્ધાના ચાહકોનું માનવું છે કે આ એક અસંવેદનશીલ વ્યવહાર છે. ચાહકોમાં એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું હવે મહિલા કલાકારો વિશે જાહેરમાં હળવી ટિપ્પણીઓ કરવી સામાન્ય વાત બની ગઈ છે? અગાઉ પણ અપારશક્તિ ખુરાનાએ શ્રદ્ધાને લગતી હળવી ટિપ્પણી કરી હતી અને હવે અમર કૌશિકનો આ નિવેદન તેના અપમાન તરીકે જોવામાં આવી રહ્યો છે.
શ્રદ્ધા કપૂર બોલીવૂડમાં માત્ર સુંદરતા માટે નહિ પણ પોતાની અભિનય ક્ષમતા માટે જાણીતી છે. તેની પાસે મોટી ફેન ફોલોઈંગ છે અને ચાહકો તેને ખુબ જ પસંદ કરે છે.
આશિકી 2, એબીસીડી 2, એક વિલન, જેવી ફિલ્મો દ્વારા તે પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. હવે આવા સમયે આવી ટિપ્પણીઓ ચાહકોને અસ્વીકાર્ય લાગી રહી છે.
હવે જોવું રસપ્રદ રહેશે કે આ મામલે અમર કૌશિક અથવા દિનેશ વિજન તરફથી કોઈ સ્પષ્ટીકરણ આવે છે કે નહીં અને શ્રદ્ધા કપૂર આ મુદ્દે પોતાનું શું નિવેદન આપે છે.












Click it and Unblock the Notifications
