લગ્નના 15 વર્ષ પછી એકબીજાથી છૂટા પડેલ આમિર ખાન અને કિરણ રાવ પાસે છે કેટલી સંપત્તિ?
લગ્નના 15 વર્ષ પછી એકબીજાથી છૂટા પડેલ આમિર ખાન અને કિરણ રાવ પાસે કેટલી સંપત્તિ છે જાણો.
મુંબઈઃ બૉલિવુડના સ્ટાર આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. 15 વર્ષ સુધી બંનેએ લગ્નમાં રહ્યા બાદ એકબીજાથી અલગ થવાનુ એલાન કર્યુ છે. જો કે બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આને ડિવૉર્સના બદલે એક નવા સંબંધની શરૂઆત ગણાવી છે. આમિર અને કિરણે જે સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે તેમાં કહ્યુ છે કે અમે બંને પોતાના દીકરા માટે સારા માતા-પિતા રહીશુ અને તેનુ સારુ પાલન-પોષણ કરીશુ. આ સાથે જ પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ પર પહેલાની જેમ કામ કરતા રહીશુ.

1532 કરોડ રૂપિયા છે આમિર ખાનની કુલ સંપત્તિ
આમિર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યાદો કી બારાત ફિલ્મથી બાળ કલાકાર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણો લાંબો સમય વીતાવ્યો છે. બૉક્સ ઑફિસ પર આમિર ખાનની ફિલ્મો ઘણુ સારુ કમાય છે. એક ઑનલાઈન પોર્ટલે આમિરની સંપત્તિ વિશે માહિતી આપીને જણાવ્યુ કે તેમની કુલ સંપત્તિ લગભગ 210 મિલિયન યુએસ ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 1532 કરોડ રૂપિયા છે. આમિર ખાનની ફિલ્મ સરેરાશ 85 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.

દર મહિને 10 કરોડની કમાણી
આમિર ખાન દર મહિને લગભગ 10 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. વળી, વર્ષની તેમની કમાણી 120 કરોડ રૂપિયાની ઉપર છે. આમિર પાસે ઘણા કારો છે જેની કુલ કિંમત 15 કરોડ રૂપિયા છે. આમિર પાસે મર્સિડીઝ, રૉલ્સ રૉયઝ, ફૉર્ડ સહિત ઘણી બ્રાંડની કારો છે. દરેક ફિલ્મથી આમિર ખાન લગભગ 50 કરોડની કમાણી કરે છે. આ ઉપરાંત અલગ અલગ બ્રાંડનો પ્રચાર કરીને પણ આમિર ખાન 10-15 કરોડ રૂપિયા સુધી કમાય છે. દેશમાં સૌથી વધુ આવક આપનાર એક્ટર્સમાં તેમની ગણતરી થાય છે.

કરોડોનો બંગલો, ફ્લેટ
આમિર ખાનનો પાલી હિલ, બાંદ્રામાં આલીશાન ફ્લેટ છે. આ ઉપરાંત બેલ્લા વિસ્તારમાં મારિયાનામાં પણ તેમનુ એક અપાર્ટમેન્ટ છે. પહેલા આમિર ખાન કાર્ટર રોડ સ્થિત ફ્રીડા વનના એક બંગલામાં રહેતા હતા. આ 5000 સ્કવેર ફૂટનુ ઘર સજાવવામાં કિરણનો હાથ હતો જ્યારે આની ડિઝાઈન અનુરાધા પારેખે કરી હતી. આ ઉપરાંત પંચગિનીમાં આમિર ખાનનો 9787 સ્કવેર મીટરનુ ફાર્મ હાઉસ છે જેની 2012-13માં કુલ કિંમત 7 કરોડ રૂપિયા હતી. સાંતાક્રૂઝમાં આમિર ખાને 35 કરોડની સંપત્તિ ખરીદી હતી. આમિર વર્ષના લગભગ 120 કરોડ રૂપિયા કમાય છે.

કિરણ રાવની કુલ સંપત્તિ
કિરણ રાવની વાત કરીએ તો તે ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખિકા છે. લગાન ફિલ્મ સાથે કિરણે પોતાની શરૂઆત ઈન્ડસ્ટ્રીમાં કરી હતી. આ ઉપરાંત મોનસુન વેડિંગમાં પણ કિરણે કામ કર્યુ. ફિલ્મ ધોબી ઘાટની લેખિકા કિરણ રાવ હતી. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય અભિનેતા હતા. આ ઉપરાંત ડેલ્લી-બેલી, પીપલી લાઈવ, તલાશ જેવી ઘણી ફિલ્મોને પણ કિરણ રાવે પ્રોડ્યુસ કરી છે. ઑનલાઈન પોર્ટલ અનુસાર કિરણ રાવની કુલ સંપત્તિ 20 મિલિયન યુએસ ડૉલર છે કે જે ભારતીય રૂપિયામાં લગભગ 150 કરોડ રૂપિયા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
