પીકે ફિલ્મના શૂટિંગ માટે આમિર જયપુર પહોંચ્યાં
મુંબઈ, 5 ફેબ્રુઆરી : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જયપુર આવી રહ્યાં છે. અરે તેઓ કાયમ માટે ત્યાં શિફ્ટ નથી થતાં. તેઓ પોતાની ફિલ્મના શૂટિંગ માટે જયપુરમાં છે અને તેમની સાથે પુત્ર આઝાદ, પત્ની કરણ તથા પર્સનલ ટ્રેનર પણ છે.

આમિર જયપુરમાં પોતાની આવનાર ફિલ્મ પીકેનું શૂટિંગ કરશે. આ શૂટિંગ માર્ચાંત સુધી ચાલશે. કહે છે કે આમિર જયપુર ખાતે પોતાની સાથે કેટલીક પુસ્તકો પણ લઈ ગયાં છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થશે. પીકે ફિલ્મ રાજકુમાર હીરાણીની છે. આ અગાઉ આમિરે રાજકુમાર હીરાણી સાથે મળી 3 ઈડિયટ્સ ફિલ્મ બનાવી હતી કે જે બૉલીવુડની એક સફળ ફિલ્મ હતી.
એમ પણ આમિર એક સમયમાં એક જ પ્રોજેક્ટ હાથ ઉપર લે છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય, ત્યાં સુધી બીજું કંઈ નથી કરતાં. ગત વર્ષે આમિર ખાનની તલાશ ફિલ્મ રિલીઝ થઈ હતી કે જે અપેક્ષાકૃત સફળ રહી નહોતી.












Click it and Unblock the Notifications
