અમીષાએ ‘સિંહ’ માટે છોડી ‘સિંહ સાહબ ધ ગ્રેટ’
મુંબઈ, 15 ડિસેમ્બર : ઘણી મથામણ પછી બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલને એક ફિલ્મ મળી અને તે પણ તેમણે છોડી દીધી. ખાસ વાત એ છે કે અમીષા પટેલે તે દિગ્દર્શકની ફિલ્મ કરવાનો ઇનકાર દીધો છે કે જેમણે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ અપાવી હતી. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અનિલ શર્માની ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટની. હવે એમ કહેવું ક્યાં સુધી યોગ્ય લેખાશે, પરંતુ ચર્ચાઓ તો એવી જ કે સિંહ (મનમોહન સિંહ)નો સાથ મળ્યા બાદ અમીષા પટેલે સિંહ સાહેબ ધ ગ્રેટ ફિલ્મ છોડી દીધી છે.

આગળની વાત કરતા અગાઉ આપને જણાવી દઇએ કે હાલ અભિનેત્રી અમીષા પટેલ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં કોંગ્રેસના પ્રચારક બન્યાં છે અને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના ગુણગાન ગાઈ રહ્યાં છે. અમીષાને કોંગ્રેસે પટેલ સમાજને રિઝવવા મેદાને ઉતાર્યાં છે. બીજી બાજુ અમીષા પટેલે સિંહ સાહેબ ધ ગ્રેટ છોડવાનું કારણ શુટિંગ કાર્યક્રમમાં વારંવાર ફેરફાર બતાવ્યું છે.
અમીષા પટેલે પોતાના ટ્વિટર ઍકાઉંટ પર લખ્યું છે - નમસ્કાર મિત્રો, એ બિલ્કુલ સાચું છે કે મેં શુટિંગ કાર્યક્રમમાં વારંવાર ફેરફારના કારણે સિંહ સાહેબ ધ ગ્રેટ છોડી દીધી છે. અનિલ શર્માને મારી શુભેચ્છાઓ.
નોંધનીય છે કે આ ફિલ્મમાં અમીષાની જોડી સન્ની દેઓલ સાથે બનાવવામાં આવી હતી. આ જોડી અગાઉ 2001માં ગદર : એક પ્રેમ કથા ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. અમીષાએ જણાવ્યું કે આશા છે કે અનિલ ગદર જેવી વધુ એક હિટ ફિલ્મ બનાવશે. દુર્ભાગ્યે હું આ ફિલ્મનો ભાગ નથી. સિંહ સાહબ ધ ગ્રેટમાં અમૃતા રાવ પણ નજરે પડશે. હાલમાં અમીષાના ખાતે ત્રણ ફિલ્મે રેસ 2, શૉર્ટકટ રોમિયો તથા ભૈયાજી સુપરહિટ ફિલ્મો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
