જ્યારે અમિતાભ બની ગયા ગાંધી...

સદીના મહાન અભિનેતા જ્યારે પણ કઇ નવું કરે છે ત્યારે તે ઉડીને આંખે વળગે છે. જોકે બિગ બી હંમેશા લોકોને અભિભુત કરે છે, પરંતુ જ્યારે તેઓ ખાદીના વસ્ત્રો પહેરીને ગાંધીજીના સાબરમતિ આશ્રમમાં ચરખો કાંતવા બેઠા ત્યારે બાપૂની અનૂભુતિથી પોતે અભિભુત થઇ ગયા.

Amitabh Bachchan
અમિતાભે એ સમયની તસવીર ગઇકાલે એટલે કે 2 ઓક્ટોબરના રોજ પોતાના ફેસબુક વોલ પર પોસ્ટ કરી હતી, અને નીચે લખ્યું હતું કે હેપ્પી ગાંધી જયંતી. આ તસવીર અમિતાભે કરેલ ગુજરાત ટૂરિઝમની એડના શૂટ વખતની છે.

અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એમ્બેસડર છે. બિગ બીએ પોતાના અનુભવો બ્લોગ પર શેર કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે તેઓ અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચ્યા તો અભિભુત થઇ ગયા હતા. તેમણે રસ્તા પર જ પોતાના ચપ્પલ ઉતારી દીધા અને ખુલ્લા પગે જ આખા આશ્રમમાં ફર્યા. એ ક્ષણ મારા માટે અદભુત હતી.'

તેમણે લખ્યું હતું કે ' આશ્રમની પવિત્રતા અને શુદ્ધતા મને આવું કરવાથી રોકી શકી નહીં. મને આશ્રમમાં જતાં એવું લાગ્યું કે હું કોઇ મહાન વ્યક્તિના શરણમાં આવી ગયો છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X