Fact Check: અમિતાભ બચ્ચનો દાવો, માખીથી પણ ફેલાય છે કોરોના, જાણો કેટલુ સત્ય?

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં તેમણે કહ્યુ કે રિપોર્ટના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ માખી દ્વારા પણ ફેલાય છે.

કોરોના વાયરસનુ સંકટ દેશને ઘેરી ચૂક્યુ છે. કોરોના વાયરસના સંક્રમણના કેસો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આનાથી બચવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સરકારે દેશભરમાં લૉકડાઉન જાહરે કરી દીધુ છે. કોરોના વાયરસ વિશે બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ એક ટ્વિટ કર્યુ છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યુ કે રિપોર્ટના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ માખી દ્વારા પણ ફેલાય છે.

amitabh

અમિતાભ બચ્ચને 25 માર્ચે એક ટ્વિટ કર્યુ. તેમણે કોરોના વાયરસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયો શેર કરીને તેમણે લખ્યુ કે માખી દ્વારા કોરોનાનુ સંક્રમણ ફેલાઈ શકે છે. તેમણે વીડિયો દ્વારા કહ્યુ કે જો કોઈ સંક્રમિતના મળ પર બેઠેલી માખી કોઈ ફળ, શાકભાજી કે ખાવાની વસ્તુ પર બેસી જાય તો બિમારી ફેલાઈ શકે છે. તેમણે રિપોર્ટના હવાલાથી દાવો કર્યો કે માખીઓથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે. આ ટ્વિટને પ્રધાનમંત્રી મોદીએ પણ રિટ્વિટ કર્યુ છે. અમિતાભે જે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો તે મેડીકલ મેગેઝીન ધ લેસન્ટનો રિપોર્ટ છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ માખીથી પણ ફેલાઈ શકે છે.

અમિતાભે સંદેશ દ્વારા કહ્યુ કે જેવી રીતે આપણે બે ટીપાં જીવન અભિયાનની મદદથી પોલિયોને દેશમાંથી ભગાડ્યો, તેવી જ રીતે કોરોનાને દેશમાંથી ભગાડીશુ. તેમણે કહ્યુ કે આ વાયરસે રોકવા માટે આપણે ત્રણ કામ કરવાના છે પહેલુ - પોતાના શૌચને નિયમિત ઉપયોગ કરો. બીજુ - સોશિયલ ડિસ્ટન્સિંગ, સમાજથી અંતર જાળવી રાખો. ત્રીજુ - આખા દિવસમાં ઘણી વાર સાબુથી પોતાના હાથને ધુઓ.

જો કે આરોગ્ય મંત્રાલયે અમિતાભના દાવાને ખોટો ગણાવ્યો. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કૉન્ફરન્સમાં પૂછેલા સવાલના જવાબમાં આ દાવાને ફગાવી દીધો કે માખી દ્વારા કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે આનાથી કોઈ કોરોના ફેલાતો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X