અજય દેવગનની શિવાય કિસ પર અમિતાભ બચ્ચને કરી કમેન્ટ...
અજય દેવગનની આવનારી ફિલ્મ શિવાય દિવસે ને દિવસે સતત ચર્ચામાં રહેતી જાય છે. આપને જણાવી દઈએ કે ફિલ્મનું બીજું સોન્ગ પણ રિલીઝ થવા માટે તૈયાર છે. ગીતનું ટાઇટલ છે દરખાસ્ત. જ્યાં ફિલ્મનું પહેલું ગીત બોલ હર હર, જોશ અને જનુન થી ભરપૂર હતું. ત્યાંજ દરખાસ્ત એક રોમેન્ટિક ટ્રેક છે.

આ ગીતમાં પહેલીવાર અજય દેવગન ઓન સ્ક્રીન કિસ કરતા પણ જોવા મળશે. તે પણ 25 વર્ષમાં પહેલીવાર. આ પહેલા અજય દેવગને ઘણી ફિલ્મોમાં હોટ સીન આપ્યા છે. પરંતુ ઓન સ્ક્રીન કિસિંગથી તેઓ હંમેશા દૂર જ રહ્યા છે. પરંતુ લાગી રહ્યું છે કે શિવાય માટે અજય દેવગને પોતાના બધા જ રૂલ તોડી નાખ્યા છે.

આપને જણાવી દઈએ કે જેવી અજય દેવગનની શિવાય કિસની ખબર આવી તેની સાથે જ અમિતાભ બચ્ચને તે ખબરને ખોટી જણાવી દીધી. અમિતાભ બચ્ચને લખ્યું કે તે ખબર ખોટી છે અજય દેવગનએ આ પહેલા ફિલ્મ સત્યાગ્રહમાં કિસ કરી હતી.

બસ, જે કિસને લઈને ફેન્સમાં આટલી આતુરતા હતી. તેને જ અમિતાભ બચ્ચને ખોટી સાબિત કરી દીધી. જેનાથી અજય દેવગનના ફેન્સ નારાજ થઇ ગયા અને તેમને સોશ્યિલ મીડિયા પર અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

આ એક સુપર રોમેન્ટિક ટ્રેક છે. જેને અરિજિત સિંહ અને સુનિધિ ચૌહાણે ગાયું છે. આ ગીતને કમ્પોઝ કર્યું છે મિથુને.

આ ગીત અજય દેવગન અને એરિકા કાર પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતનું શૂટિંગ બુલ્ગેરિયાની પહાડીઓ પર થયું છે.

દરખાસ્ત સોન્ગ 22 સપ્ટેમ્બરે બપોરે રિલીઝ કરવામાં આવશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફેન્સ આ સોન્ગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ગીતમાં અજય દેવગન અને એરિકા કાર વચ્ચે ઘણા હોટ સીન પણ ફિલ્માવવામાં આવ્યા છે. આ સોન્ગમાં પહેલી વાર અજય દેવગન ઓન સ્ક્રીન કિસ કરતા પણ જોવા મળશે.

આ ખાલી ગીત જ નહીં પરંતુ આખી સ્ટોરીલાઈન હશે. આ રીતે અજય દેવગન અને એરિકા કારની આખી લવ સ્ટોરીને બતાવવામાં આવશે. આ સોન્ગમાં કેટલીક ક્યૂટ મોમેન્ટ પણ જોવા મળશે.

આપને જણાવી દઈએ કે શિવાયની અભિનેત્રી એરિકા કાર પોલેન્ડની છે અને બીબીસી ટીવી સિરીઝ The Passing Bells થી ફેમસ થયી છે.

અજય દેવગનની ફિલ્મ શિવાય 28 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ સાથે ટકરાવવા જઈ રહી છે.



-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
