સર્વગુણ સમ્પન્ન છે અમિતાભ બચ્ચન : બાલ્કી
મુંબઈ, 9 ઑક્ટોબર : એક એવો કલાકાર કે જેની પાસે દિલ છે, દિમાગ છે, વ્યક્તિત્વ છે, પ્રેમ છે, સફળતા છે, આદર છે અને હસતુ-રમતું પરિવાર છે, જેને આપ દરેક રીતે સમ્પૂર્ણ કહી શકો છો. તે કલાકાર છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન.

આવું અમારુ કહેવું નથી, બલ્કિ આ કથન છે નિર્માતા-દિગ્દર્શક આર. બાલ્કીનું. અમિતાભ બચ્ચનનો 11મી ઑક્ટોબરે જન્મ દિવસ છે.
બાલ્કીએ બીબીસી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમિતાભ જેવા કલાકાર ક્યારેક જ જન્મ લેતા હોય છે. તેમની ખૂબીઓ વિશે હું શું કહું, તેઓ તો સર્વગુણ સમ્પન્ન છે. પડીને સંભળવું કોને કહે છે, તે તો કોઈ અમિતાભ પાસેથી શીખે.
અમિતાભ બચ્ચન સાથે ચીની કમ અને પા જેવી ફિલ્મો કરનાર આર. બાલ્કીએ જણાવ્યું કે અમિતાભની અંદર હજુ પણ એક નાનું બાળક છે કે જે રોજ અભિનયની નવી રીતો શીખે છે. તેથી અમિતાભ આજે પણ યુવાન લાગે છે અને લોકો તેમની ફિલ્મો જુએ છે. સફળથાની ટોચે પહોંચતા-પહોંચતા દરેક માણસ કઈંકને કઈંક છોડી દે છે અથવા છુટી જાય છે, પરંતુ બચ્ચને પોતાના દરેક સંબંધોને જાળવી રાખ્યાં છે. એટલે જ તો ઉંમરના 70ના તબક્કે પહોંચ્યાં પછી પણ તેમના મેકઅપ મૅન અને ડ્રાઇવર નથી બદલાયાં કે જેઓ 40 વરસ પહેલા હતાં. બાલ્કીએ જણાવ્યું કે ભલે આ વખતના જન્મ દિને તેઓ 5 વરસના થઈ રહ્યો હોય, પરંતુ તેઓ હજુ પણ નવયુવાન કરતાં યુવાન છે.
ઉલ્લેખનીય છે કે 11મી ઑક્ટોબરે અમિતાભ બચ્ચન સિત્તેર વર્ષના થવાનાં છે.












Click it and Unblock the Notifications
