પાવરફૂલ સેલેબ્ઝની લિસ્ટમાં દીપિકા-બિગ બી ટોપ પર, ખાન રહી ગયા પાછળ
સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને હિંદી સિનેમાની ‘મસ્તાની' દીપિકા પાદુકોણ બોલિવુડ અને રમતના ક્ષેત્રમાં દેશમાં સૌથી પ્રભાવશાળી હસ્તીઓ છે.
સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને હિંદી સિનેમાની 'મસ્તાની' દીપિકા પાદુકોણ બોલિવુડ અને રમતના ક્ષેત્રમાં દેશમાં સૌથી પ્રભાવશાળી હસ્તીઓ છે. યુગોવની પ્રભાવશાળી હસ્તીઓના સૂચકાંક 2018માં આ વાત કહેવામાં આવી છે. આ સૂચકાંક આંતરરાષ્ટ્રીય ડેટા એનાલિટિક્સ કંપની યુગોવ દ્વારા ઓનલાઈન એકત્ર કરાયેલા સર્વે પર આધારિત છે. આ સર્વેમાં બોલિવુડ અને રમત જગતની લગભગ 60 હસ્તીઓ અંગે લોકોની ધારણાઓને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં પીકુની જોડી એટલે કે દીપિકા અને અમિતાભે બાજી મારી.

આ છે ટોપ 10 લિસ્ટ
અમિતાભ બચ્ચન
દીપિકા પાદુકોણ
મહેન્દ્ર સિંહ ધોની
સચિન તેંડુલકર
અક્ષય કુમાર
વિરાટ કોહલી
આમિર ખાન
શાહરુખ ખાન
આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપડા
આ લિસ્ટમાં 15મું સ્થાન મળ્યુ છે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની શાન પી વી સિંધુને, તે પહેલી વાર આ લિસ્ટમાં શામેલ થઈ છે.

ખાસ વાતો
આ એક ઓન લાઈન સર્વેક્ષણ હતુ. જેમાં 1948 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો. આ લોકોએ કલાકારો, ખેલાડીઓ અને અધ્યયન ક્ષેત્રમાં પ્રભાવ રાખનારા માટે મત આપ્યા.

છવાઈ ગઈ પીકુની જોડી, ખાનની જોતા જ રહી ગયા યુગોવ
યુગોવે આ વખતે નિવેદન આપ્યુ છે કે મોટી દસ હસ્તીઓની યાદીમાં બોલિવુડ અભિનેતાઓ અને ખેલાડીઓનો દબદબો રહ્યો. જો કે દીપિકા પાદુકોણ સ્થાન બનાવવામાં સફળ રહ્યા અને અમિતાભ હંમેશાની જેમ સૌથી ઉપર રહ્યા.












Click it and Unblock the Notifications
