મહાકુંભમાં ભાગદોડના બનાવથી અમિતાભ દુઃખી
મુંબઈ, 11 ફેબ્રુઆરી : મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે જ કરુણાંતિકા સર્જાતા બિગ બી અમિતાભ બચ્ચન ખૂબ દુઃખી થયાં છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે - અલ્હાબાદામાં ભાગદોડના કારણે લોકોના મોત અંગે સાંભળી દુઃખ થયું, ભગવાન સૌના આત્માને શાંતિ અર્પે અને મૃતકોના પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે, પરંતુ બચ્ચ સાહેબ અહીં સત્તાપક્ષ સમાજવાદી પક્ષ એટલે કે એસપીનો પક્ષ લેતા જણાયાં.

તેમણે જણાવ્યું કે બંદોબસ્તમાં કમી કે ટીકા કરવી બહુ સરળ છે, પરંતુ કુંભ જેવું આયોજન કરવું અને તેના માટે બંદોબસ્ત કરવું કોઈ ચમત્કાર કરતાં ઓછું નથી. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પત્ની અભિનેત્રી જયા બચ્ચન એસપીના રાજ્યસભાના સભ્ય છે. તેથી બચ્ચનની આ વાતને એસપી હિમાયત તરીકે જોવામાં આવી રહી છે.
આપને જણાવી દઇએ કે આસ્થાના મહાકુંભમાં બીજા શાહી સ્નાનમાં ભાગદોડ થતાં મૃતાંક 36 થઈ ગયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાં છે.












Click it and Unblock the Notifications
