Video : અવળી ગંગા! અમિતાભે 6-8-10 નહીં, પણ Family Packs બનાવ્યાં...

મુંબઈ, 31 ઑક્ટોબર : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? પણ આ વાત સાચી જ છે. આજકાલ બૉલીવુડ અભિનેતાઓ વચ્ચે 6 પૅક્સ, 8 પૅક્સ અને 10 પૅક્સ એબ બનાવવાની સ્પર્ધા જામી છે, ત્યારે અમિતાભ બચ્ચને ફૅમિલી પૅક્સ એબ બનાવ્યા છે.

અમિતાભ બચ્ચને નિર્માતા-દિગ્દર્શક શૂજીત સરકારની ફિલ્મ પીકૂ માટે ફૅમિલી પૅક્સ બનાવ્યા છે. આ નવા અવતારમાં અમિતાભ બચ્ચન વિચિત્ર લાગે છે. તેમનું પેટ ફૂલેલું બતાવાયું છે. ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન ઉપરાંત ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે જેવા દિગ્ગગજ કલાકારો છે. પીકૂમાં દીપિકાના નાયક તરીકે બાંગ્લા અભિનેતા જીશુ સેનગુપ્તાને કાસ્ટ કરવામાં આવ્યાં છે.

અમિતાભ બચ્ચન આજકાલ નવા-નવા લુક્સમાં દેખાતા રહ્યા છે. પીકૂમાં તેમના ફૅમિલી પૅક્સ જોઈને મોઢામાંથી હાસ્ય છુટી પડે છે, તો શમિતાભ અને વઝીર ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનને વિચિત્ર લુક્સ ધર્યા છે.

દરમિયાન શૂજીત સરકારની ફિલ્મ પીકૂ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણેને બિગ બી અમિતાભ બચ્ચનના દીકરી તરીકેની ભૂમિકા ભજવવાની તક મળી છે અને દીપિકાએ આ તક ચૂકવાનું જરાય યોગ્ય ન માન્યું અને એટલે જ તેમણે તરત જ શૂજીતની ઑફર સ્વીકારી લીધી.

piku-3
અગાઉ પીકૂ ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલ પ્લે કરવાના હતાં, પરંતુ ડેટ્સ પ્રોબ્લેમના પગલે તેમણે ફિલ્મ છોડી દીધી અને શૂજીત સરકાર સીધા દીપિકા પાદુકોણે પાસે પહોંચ્યાં. દીપિકાએ તેમને નિરાશ ન કર્યાં અને અમિતાભની ડૉટર સીટ ઉપર પુનઃ ‘આરક્ષણ' (અનામત) મેળવી લીધું.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/NNv0cIWaSYo" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X