અમિતાભ : ગુજરાતનાં બ્રાંડ એમ્બેસડર
મુંબઈ, 11 ઑક્ટોબર : બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. સમ્પૂર્ણ રાષ્ટ્ર આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. 70 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે. તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે. આર. બાલ્કીની નજરે તો અમિતાભ સમ્પૂર્ણ તો છે જ, તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે.
ચાલો આપને બતાવીએ તસવીરો દ્વારા અમિતાભની રોચક સફર :

એડના શહેંશાહ, ગુજરાતનાં બ્રાંડ એમ્બેસડર
માત્ર ભારતીય ફિલ્મોમાં જ નહિં, પણ અમિતાભ એડની દુનિયામાં પણ લોકો કરતાં આગળ છે. તેમની લોકપ્રિયતાને પગલે તેઓ ગુજરાતના બ્રાંડ એમ્બસડર છે.

પુરસ્કારોના બાદશાહ
અમિતાભે અત્યાર સુધી ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફૅર પુરસ્કાર હાસલ કર્યાં છે.

બહેતરીન ગાયક
અમિતાભે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયાં છે. તેમાં મેરે અંગને મેં... રંગ બરસે... અને હોરી ખલે રઘુવીરા.. મુખ્ય છે.

લોકો માટે દૃષ્ટાંત
પડીને સંભળવુ કોઈ અમિતાભ પાસે શીખે. એબીસીએલ કમ્પની ફડચામાં જતા રોડ પર આવી ગયેલ અમિતાભ બચ્ચન આજે પણ પોતાની મહેનતને બળે અબજપતિ છે.

આદર્શ વ્યક્તિત્વ
બહેતરીન કલાકાર, આદર્શ પતિ, સ્નેહાળ પિતા અને લવિંગ દાદૂ છે અમિતાભ બચ્ચન.

ક્રાંતિકારી કલાકાર
ટેલીવિઝન પર પહેલી વાર કૌન બનેગા કરોડપતિ (કેબીસી) હોસ્ટ કરી ટીવી પ્રત્યે લોકોનો અભિગમ બદલનાર અમિતાભ બચ્ચન જ છે.

ભારત રત્નની માંગ
અમિતાભના ઉત્કૃષ્ટ યોગદાનને જોતાં લતા મંગેશકરે જણાવ્યુ હતું કે તેમને ભારત રત્ન મળવું જોઇએ.












Click it and Unblock the Notifications
