તબિયત બહુ ખરાબ છે, ખબર નહિ ક્યારે ઠીક થશે, અમિતાભે લખ્યો ઈમોશનલ બ્લૉગ

અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યુ કે તેમની તબિયત ખરાબ છે. હવે અમિતાભ બચ્ચને એક બ્લૉગમાં જણાવ્યુ છે કે તેમની તબિયત ઘણી વધુ ખરાબ છે.

અમિતાબ બચ્ચન આ દેશના એવા મેગા સ્ટાર છે જેમનામાં ફેન્સનો જીવ રહેલો છે. તેમની તબિયત સ્હેજ પણ ખરાબ થાય તો ફેન્સ દુઃખી થઈ જાય છે. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યુ કે તેમની તબિયત ખરાબ છે. હવે અમિતાભ બચ્ચને એક બ્લૉગમાં જણાવ્યુ છે કે તેમની તબિયત ઘણી વધુ ખરાબ છે. વાસ્તવમાં અમિતાભ બચ્ચને ખૂબ જ તાવ છે અને તેનુ કારણ સામાન્ય નથી. તેમની તબિયત પર આ બ્લૉગ વાંચી ફેન્સ ઘણા ચિંતામાં છે.

Get Well Soonના સંદેશ

Get Well Soonના સંદેશ

ફેન્સ સતત અમિતાભ બચ્ચનને Get Well Soonના સંદેશ મોકલી રહ્યા છે અને અમિતાભ બચ્ચને બધાનો આભાર પણ માની રહ્યા છે. વાંચો અમિતાભ બચ્ચને પોતાની સ્થિતિ વિશે શું શું જણાવ્યુ -

હેમસ્ટ્રિંગ સામે ઝઝૂમી રહ્યા

હેમસ્ટ્રિંગ સામે ઝઝૂમી રહ્યા

અમિતાભ બચ્ચનને બ્લૉગ પર લખ્યુ, મારી ગરદન, હેમસ્ટ્રિંગ, પીઠના નીચલા ભાગ અને કાંડામાં ઈજા હતી. ઘણા સમયથી હું આ જ રીતે બેસી રહ્યો છુ. તાવમાં હતો. ડૉક્ટરે મને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી અને મુસાફરી કરવાની ના પાડી દીધી હતી.

મિસ કર્યા પુરસ્કાર

મિસ કર્યા પુરસ્કાર

અમિતાભ બચ્ચને આગળ લખ્યુ - મે રાષ્ટ્રીય પુરસ્કારોને ઘણા મિસ કર્યા. આ વર્ષે સિનેમાના અમુક નાયાબ સ્ટાર્સને જોવાનો મોકો ગુમાવી દીધો અને મારી પરેશાની એમની એમ જ છે.

બહુ મુશ્કેલી છે

બહુ મુશ્કેલી છે

અમિતાભ બચ્ચને માહિતી આપતા લખ્યુ કે હેમસ્ટ્રિંગની ઈજા ચાલવા અને બેસવામાં ઘણી મુશ્કેલી કરે છે. આના માટે લાંબા સમય સુધી શ્વાસ લેવાની જરૂર હોય છે.

ફેન્સ ચિંતામાં

ફેન્સ ચિંતામાં

અમિતાભ બચ્ચને લખ્યુ કે મને તાવમાં અત્યારે સારુ છે પરંતુ સંપૂર્ણપણે સારુ નથી. ખબર નહિ ક્યારે ઓછો થશે. અમિતાભ બચ્ચનનો આ બ્લૉગ વાંચીને ફેન્સ ઘણા ચિંતામાં છે.

સતત કરી રહ્યા છે કામ

સતત કરી રહ્યા છે કામ

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સતત કામ કરી રહ્યા છે. એક તરફ, ઈમરાન હાશ્મી સાથે ચેહરેનુ શૂટિંગ કરી રહ્યા હતા તો બીજી તરફ આયુષ્માન ખુરાના સાથે ગુલાબો સિતાબોની શૂટિંગમાં વ્યસ્ત હતા.

બેક ટુ બેક ફિલ્મો

બેક ટુ બેક ફિલ્મો

અમિતાભ બચ્ચનના શબ્દકોશમા જેમ કે આરામ નામનો શબ્દ જ નથી. આયુષ્માન ખુરાના સાથે ગુલાબો સિતાબોનુ શૂટિંગ પૂરુ કરતા જ અમિતાભ બચ્ચન, બ્રહ્માસ્ત્રનુ શૂટિંગ કરવા મનાલી પહોંચી ગયા હતા.

ખૂબ જ ઠંડીમાં શૂટિંગ

ખૂબ જ ઠંડીમાં શૂટિંગ

અમિતાભ બચ્ચને મનાલીથી પોતાનો એક ફોટો અપડેટ કરીને જણાવ્યુ કે કઈ રીતે તે ખૂબ જ ઠંડીમાં શૂટિંગ કરી રહ્યા છે. જો કે અમુક સમય પહેલા અમિતાભ બચ્ચન હોસ્પિટલથી ઘરે પાછા આવ્યા હતા.

રિટાયરમેન્ટનો ખ્યાલ

રિટાયરમેન્ટનો ખ્યાલ

મનાલી પહોંચવા માટે અમિતાભ બચ્ચને ગાડીથી યાત્રા કરી હતી અને ટ્વિટ કરીને લખ્યુ હતુ કે આ ઘણુ થકાવનારુ હતુ અને તેમને લાગે છે કે હે તેમનુ શરીર આટલા કષ્ટ માટે પોતાને તૈયાર નથી કરી શકતુ. કદાચ તેમના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન થોડા સમય પહેલા સુધી હોસ્પિટલમાં ભરતી હતા અને ફેન્સ તેમના જલ્દી સાજા થવાની કામના કરી રહ્યા હતા. જો કે ઠીક થતા જ અમિતાભે દર વર્ષની જેમ પોતાની દિવાળી પાર્ટી કરી હતી.

કેબીસીમાં સતત શૂટિંગ

કેબીસીમાં સતત શૂટિંગ

અમિતાભ બચ્ચની તબિયત ખરાબ થયા બાદ કૌન બનેગા કરોડપતિનુ શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યુ. પરંતુ સાજા થતા જ અમિતાભ બચ્ચને સતત 12 કલાક સુધી આ સિઝનનુ ફિનાલે શૂટ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X