B'day Gift : અમિતાભ બચ્ચનને બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ

મુંબઈ, 10 ઑક્ટોબર : હિન્દી સિનેમાના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચનની સિદ્ધિઓમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. હા જી, અમિતાભ બચ્ચનને બૉક્શ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ વડે નવાજવામાં આવ્યાં છે. સ્ટાર બૉક્સ ઑફિસ ઇંડિયા ઍવૉર્ડ્સમાં અમિતાભ બચ્ચનને આ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

આ ઍવૉર્ડ્સ સમારંભમાં બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચાર યુવા બૉલીવુડ અભિનેતાઓ અક્ષય કુમાર, અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના તથા અલી ઝફર પણ હાજર રહ્યા હતાં.

અમિતાભ બચ્ચને બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ સમારંભના અનુભવો પોતાના બ્લૉગ ઉપર પોસ્ટ કર્યાં - પુરસ્કૃત... ફિલ્મના શીર્ષકના નામે... હું નાપસંદ કરુ છું અને આવા ખ્યાલને નકારુ છું, પરંતુ આવું થવાનું છે... નો... ઇટ ડઝ નોટ... તેથી મેં સ્વીકાર્યું... અને સારી રીતે સ્વીકાર્યું.

અમિતાભે વધુમાં લખ્યું - અને સ્ટેજ ઉપર સાથીઓ અને મિત્રો અક્ષય અને અર્જુન અને આયુષ્માન અને અલી સાથે આ ઍવૉર્ડ આપવામાં આવ્યો અને અમિતાભે આ અગાઉ એ અક્ષર નામ ધરાવતાં મિત્રો સાથે ક્યારેય આવી ક્ષણ નથી માણી. આ લોકોએ મને જુમ્મા ફિલ્મના ગીત પર ડાન્સ કરવા માટે કહ્યું.

અમિતાભ બચ્ચન આવતીકાલે પોતાનો જન્મ દિવસ ઉજવવાના છે અને તેથી તેમણે અચાનક પોતાનો એક નમૂનો બ્લૉગ પર પોસ્ટ કર્યો. યશ રાજ ફિલ્મ સ્ટુડિયોમાં યોજાયેલ આ પ્રથમ સ્ટાર બૉક્સ ઑફિસ ઇંડિયા ઍવૉર્ડ્સ સમારંભ ઝાકઝમાળ ભર્યો હતો.

આ સમારંભમાં અમિતાભ બચ્ચન સૌપ્રથમ રેડ કારપેટ પર ચાલ્યાં. આ પ્રસંગે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, ફરાહ ખાન, બોમન ઈરાની, સલમાન ખાન, શાહિદ કપૂર, ટાઇગર શ્રૉફ, રણદીપ હુડા, રીતેશ દેશમુખ, રોહિત શેટ્ટી, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કાજોલ, સોનાક્ષી સિન્હા તથા દિવ્યા કુમાર ખોસલા પણ હાજર હતાં.

જુઓ તસવીરો :

યશ રાજ સ્ટુડિયો તરફ

યશ રાજ સ્ટુડિયો તરફ

અમિતાભ બચ્ચન ગઈકાલે રાત્રે યોજાયેલ સ્ટાર બૉક્સ ઑફિસ ઍવૉર્ડ્સ સમારંભમાં હાજરી આપવા યશ રાજ સ્ટુડિયો તરફ જતા જણાય છે.

બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ

બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ

આ પ્રસંગે અમિતાભ બચ્ચનને બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અમિતાભ-અક્ષય-અર્જુન

અમિતાભ-અક્ષય-અર્જુન

અર્જુન કપૂર અને અક્ષય કુમારે અમિતાભ બચ્ચનને બૉક્સ ઑફિસ શહેંશાહ ઍવૉર્ડ આપ્યો હતો.

5 એ એક સાથે

5 એ એક સાથે

ઍવૉર્ડ સમારંભમાં એક સમય એવો આવ્યો કે જ્યારે પાંચ એ નામ ધરાવતાં કલાકારો અલી ઝફર, અમિતાભ બચ્ચન, અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના અને અક્ષય કુમાર એક સાથે સ્ટેજ પર હતાં.

અમિતાભ-સલમાન

અમિતાભ-સલમાન

આ ઍવૉર્ડ સમારંભમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી.

રણધીર-અમિતાભ

રણધીર-અમિતાભ

કાર્યક્રમ દરમિયાન અમિતાભ બચ્ચને જૂના જમાનાના સાથી કલાકાર રણધીર કપૂર સાથે પણ મુલાકાત કરી હતી.

ફૅન્સ સાથે અમિતાભ

ફૅન્સ સાથે અમિતાભ

ઍવૉર્ડ સમારંભ દરમિયાન ફૅન્સ સાથે પોઝ આપતાં અમિતાભ બચ્ચન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X