જયા-રેખા સામે જ હસીનાઓને ચુંબન ચોળતાં અમિતાભ
મુંબઈ, 28 જાન્યુઆરી : અમિતાભ બચ્ચનની હરકતો અને અદાકારી બંને જ એ ઇશારો કરે છે કે તેઓ હજીય 70 વર્ષના નવયુવાન છે. એટલે જ તો તેમના સ્પર્શ માટે લોકો ઝંખે છે. તેનો તાજો દાખલો સ્ટારડસ્ટ ઍવૉર્ડ નાઇટમાં જોવા મળ્યો કે જ્યાં બિગ બીને સ્ટાર ઑફ ધ સેંચ્યુરીનો ઍવૉર્ડ અપાયો. અમિતાભ જ્યારે સ્ટેજ ઉપર ઍવૉર્ડ લેવા પહોંચ્યા કે ત્યારે 70 વર્ષના અમિતાભ જાણે ફરી નવયુવાન થઈ ગયા હોય, તેવું લાગ્યું.

અમિતાભ સ્ટેજ પર ઍવૉર્ડ લેવા પહોંચ્યા કે કાર્યક્રમના હોસ્ટ આયુષ્માન ખુરાનાએ તેમને તેમની જ હમ ફિલ્મના સુપરહિટ ગીત જુમ્મા ચુમ્મા... ઉપર ડાંસ કરવા જણાવ્યું. અમિતાભે હોસ્ટની આ માંગણી જોશ સાથે સ્વીકારી અને મન મૂકીને પોતાના જૂના ગીત ઉપર ઠુમકાં લગાવ્યાં, પરંતુ પછી અમિતાભે જે કર્યો, તે ખૂબ આશ્ચર્યજનક હતું. મંચ ઉપરથી અમિતાભે જણાવ્યું કે હાલ બૉલીવુડની કઈ હસીનાઓ મારાથી ચુંબન લેવા માંગે છે.
થોડીક જ વારમાં સ્ટેજ ઉપર પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ, વિદ્યા બાલન, અનુષ્કા શર્મા, ફરાહ ખાન પહોંચી ગયાં અને સૌની સામે અમિતાભે આ તમામ અભિનેત્રીઓને ભેંટી તેમને ગાલે ચુંબનો ચોળ્યાં.
ખાસ બાબત એ હતી કે આ સમારંભમાં અમિતાભના ધર્મપત્ની જયા બચ્ચન અને તેમના તથાકથિત પ્રેમિકા રેખા પણ હાજર હતાં. અમિતાભે જયા-રેખા સામે જ બૉલીવુડ બેબ્સને પોતાના પ્રેમના નિશાન બનાવ્યાં. આ મજાની વાતનો ઉલ્લેખ પોતે અમિતાભ બચ્ચને ટ્વિટર પર કર્યો છે. અમિતાભે લખ્યું છે કે આ બધુ ખૂબ મજાનું હતું. તેમને બહુ સારૂં લાગ્યું. જોકે હું સ્ટારડસ્ટનો પણ આભાર માનુ છું કે જેણે મને સ્ટાર ઑફ ધ સેંચ્યુરી ખિતાબથી નવાજ્યો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
