અને લીલાવતી હૉસ્પિટલે થયો ‘અશ્વિની-વિજય’નો મેળાપ
મુંબઈ, 24 સપ્ટેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોમવારે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અભિનય સમ્રાટ દિલીપ કુમાર સાથે મુલાકાત કરી અને તેમના ખબરઅંતર પૂછ્યાં. અમિતાભે અગાઉ જ બ્લૉગ ઉપર લખ્યુ હતું કે જે દિવસે ડૉક્ટર તેમને દિલીપ સાહેબને મળવાની પરવાનગી આપી દેશે તે, તે જ દિવસે તેઓ હૉસ્પિટલે પહોંચી જશે અને જેમ બિગ બીને જાણવા મળ્યું કે દિલીપ સાહેબ આઈસીયૂમાંથી બહાર આવી ગયાં છે કે તરત જ તેઓ લીલાવતી હૉસ્પિટલ પહોંચી ગયાં.

અમિતાભે જણાવ્યું - દિલીપ સાહેબને મળ્યો. તેઓ અગાઉ કરતાં ખૂબ જ બહેતર છે. તેમને ત્રણ-ચાર દિવસની અંદર રજામળી શકે છે. અહીં યાદ અપાવવની જરૂર નથી કે અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર સુપરહિટ ફિલ્મ શક્તિમાં એક સાથે ચમક્યા હતાં. તેમાં દિલીપ કુમાર અશ્વિની કુમાર તરીકે અમિતાભ બચ્ચન એટલે કે વિજય કુમારના પિતા બન્યા હતાં. શક્તિ બૉલીવુડની યાદગાર ફિલ્મોમાંની એક છે. બંનેએ એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને લીલાવતી હૉસ્પિટલે જ્યારે અમિતાભ-દિલીપનું મિલન થયું, તો ક્ષણેક એવું લાગ્યું જાણે અશ્વિની કુમાર અને વિજય કુમારનો મેળાપ થઈ રહ્યો હોય.
દિલીપ કુમારને રવિવારે જ આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવ્યાં છે. દિલીપના પત્ની સાયરાબાનુના મૅનેજેર મુર્શીદ ખાને જણાવ્યું કે દિલીપ કુમાર હવે સમ્પૂર્ણપણે સ્વસ્થ છે. હવે તેઓ અગાઉ કરતા બહેતર અનુભવી રહ્યાં છે. તેમને સઘન સારવાર કક્ષમાંથી સામાન્ય વૉર્ડમાં ટ્રાંસફર કરી દેવાયાં છે. પૂરતી શક્યતા છે કે આગામી ત્રણેક દિવસમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે.












Click it and Unblock the Notifications
