બિગ બીને ફરી ઉપડ્યો પેટનો દુઃખાવો
નોંધનીય છે કે 1982માં કુલી ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ સાથે જે અકસ્માત થયો હતો, તે વખતે તેમને ઘણી ગંભીર ઈજા થઈ હતી અને તે ઈજાને કારણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફરી એક વાર અમિતાભના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ દુઃખાવાને કારણે તેમને એક સર્જરી કરાવવી પડી હતી. હાલ અમિતાભને ઉધરસ અને સર્દીની ફરિયાદ ઊભી થઈ છે અને ઉધરસને કારણે તેનના પેટમાં થયેલ સર્જરીમાં પણ તેમને દુઃખાવો અનુભવાઈ રહ્યો છે.
અમિતાભ હાલ સર્દી-ઉધરસની દવાઓ પણ લઈ રહ્યાં છે.
બિગ બીએ ટ્વિટ કર્યું, ‘સર્દી-ઉધરસને કારણે હાલત ખરાબ છે. જ્યારે ખાંસી ઉપડે, તો સર્જરીમાં બહુ દુઃખાવો થાય છે. આહ! હવે હું પાછો મુંબઈ જઈ રહ્યો છું.' નાદુરસ્ત તબીયત છતાં અમિતાભ 10મી નવેમ્બરે શરૂ થનાર કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા જવાની તૈયારીઓમાં વ્યસ્ત છે.
આ સમાચાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે તેમણે કરેલા આગ્રહને પગલે અમિતાભે ઉદ્ઘાટન કરવાનો સ્વીકાર કર્યો છે. હાલ અમિતાભ પોતાની નાદુરસ્ત તબીયતમાં સુધારો કરવા મથી રહ્યાં છે. જો તેમની તબીયત સારી રહેશે, તો જ તેઓ આ ફેસ્ટિવલનો ભાગ બનશે.













Click it and Unblock the Notifications
