For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભે ઉત્તર ભારતીયોની લાગણીઓની ઠેકડી ઉડાડી : અબુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ડિસેમ્બર : ફરી એક વાર સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીએ મનસે પ્રમુખ રાજ ઠાકરે તેમજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે નિશાન તાક્યું છે. મહારાષ્ટ્રમાં સપા ધારાસભ્ય અબુ આસિમ આઝમીએ તીખા શબ્દોમાં અમિતાભ બચ્ચન તેમજ રાજ ઠાકરેની મૈત્રી સામે સવાલ ઊભા કર્યાં છે. અબુ આઝમીએ જણાવ્યું છે કે અમિતાભ બચ્ચનનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મંચ શૅર કરવું લાખો ઉત્તર ભારતીયોનું અપમાન છે.

raj-amitabh
આઝમીએ જણાવ્યું કે જે વ્યક્તિએ માત્ર ઉત્તર ભારતીયોને ગાળ આપી છે, તેની સાથે અમિતાભે ક્યારેય સાથે નહીં બેસવું જોઇતુ હતું, કારણ કે અમિતાભ બચ્ચન ઉત્તર ભારતીયોના પૂજનીય કલાકાર છે, પરંતુ અમિતાભે આમ કરી લાખો ઉત્તર ભારતીયોના દિલ દુભાવ્યાં છે. તેમણે લાખો લોકોની લાગણીઓની ઠેકડી ઉડાડી છે.

નોંધનીય છે કે મનસેની ચિત્રપટ સેનાની 7મી વર્ષગાંઠે એક મંચ ઉપર અમિતાભ બચ્ચન અને રાજ ઠાકરે નજરે પડ્યા હતાં. બંનેએ પોતાના પાંચ વરસ જૂના ઝગડાનો અંત લાવી દીધો. મનસેએ અમિતભાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતાં. આ પ્રસંગે અમિતાભ અને રાજ બંનેએ એક-બીજાના વખાણ કર્યા હતાં.

English summary
Samajwadi Party MLA Abu Azmi said that mega star Amitabh Bachchan sharing the dais with MNS chief Raj Thackeray was an 'insult' to north Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X