મહેબુબ સ્ટુડિયો પહોંચી જૂની યાદોમાં ખોવાયાં બિગ બી
મુંબઈ, 23 નવેમ્બર : મહેબુબ સ્ટુડિયોમાં ભારતીય સિનેમાની અનેક યાદો ધરબાયેલી છે. તેથી જ તો બિગ બી અમિતાભ બચ્ચન જ્યારે પણ આ સ્ટુડિયો પહોંચે છે કે જૂની યાદોમાં ખોવાઈ જાય છે. શુક્રવારે પણ કંઇક આવુ જ થયું. અમિતાભ બચ્ચન પોતાની આગામી ફિલ્મ ભૂતનાથ 2 માટે શૂટિંગ કરતા હતાં. તે જ સમયે ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું પણ શૂટિંગ ચાલતુ હતું. મહેબુબ સ્ટુડિયો ખાતે એક સાથે બે ફિલ્મોનું શૂટિંગ થતા જોઈ અમિતાભને જૂના દિવસો યાદ આવી ગયાં કે જ્યારે આ સ્ટુડિયોમાં એક સાથે બે-ત્રણ ફિલ્મોનું શૂટિંગ થતુ હતું.

નોંધનીય છે કે 2008માં આવેલી ભૂતનાથ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન હતાં અને હવે તેની સિક્વલ માટે તેઓ શૂટિંગ કરી રહ્યાં છે. બીજી બાજુ ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયરમાં શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન ઉપરાંત દીપિકા પાદુકોણે અભિનેત્રી તરીકે છે.












Click it and Unblock the Notifications
