Exclusive : અમિતાભ સાથે ક્લિક થતા બચવા રેખાએ મોઢું ફેરવ્યું
મુંબઈ, 7 ઑક્ટોબર : અમિતાભ બચ્ચન અને રેખાના અફૅરની ચર્ચાએ એક વખતે બહુ નામના મેળવી હતી. અહીં સુધી કે રેખાના પગલે અમિતાભના પરિણીત જીવનમાં અનેક વાર વાવાઝોડું આવ્યું, પણ જયા બચ્ચનના સરળ સ્વભાવે અમિતાભ-જયાની જોડી સલામત રહી અને આજે આટલા વર્ષે પણ જીવનના અનેક પડાવો સાથે પસાર કરી ચુકેલા અમિતાભ-જયાનો પોતાનો સુખી પરિવાર છે.
આમ છતાં અમિતાભ-રેખાના પ્રેમની આગ ક્યારેય ઠંડી પડી નહીં અને રહી-રહીને આ આગના તણખલા મીડિયાને ક્યાંકને ક્યાંક દેખાઈ જ આવે છે. હવે અમિતાભ-રેખાની એક નવી તાજી તસવીર સામે આવી છે. થોડાંક જ દિવસ અગાઉ વિમાનમાં લેવાયેલી આ તસવીર છે કે જેમાં એક પાયલૉટ અમિતાભ બચ્ચન સાથે બેસી તસવીર ખેંચાવી રહ્યો છે અને પાછળ બેઠેલા રેખાએ મોઢુ ફેરવી લીધું છે. રેખા અમિતાભ સાથેના પ્રવાસની તસવીરમાં કેદ નહોતા થવા માંગતા. તેથી તેમણે વિમાનની તેવી બારી બાજુ મોઢું ફેરવ્યું છે કે જે બંધ છે.
નોંધનીય છે કે રેખા અને અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ આ જ મહીને આવવાનો છે. રેખાનો જન્મ દિવસ 10મી ઑક્ટોબરે હોય છે, જ્યારે અમિતાભનો 11મી ઑક્ટોબરે. આ તસવીર જોયા બાદ લોકો અટકળો લગાવી રહ્યાં છે કે જન્મ દિવસ અગાઉની આ કોઈ પ્રી-પ્લાનિંગ તો નથી. અમિતાભ બચ્ચન અને રેખા ક્યારેય કોઈ જાહેર મંચ ઉપર એક-બીજા સાથે વાત નથી કરતાં અને મીડિયા પણ આ બંને વિશે વાતો કરતા ખચકાય છે, પણ આ તસવીર જોયા બાદ કદાચ અમિતાભે હવે મીડિયા સમક્ષ ખુલાસો આપવો જ પડશે કે તેઓ રેખા સાથે એક જ ફ્લાઇટમાં કેવી રીતે પહોંચી ગયાં?
આવો તસવીરો સાથે જાણીએ વઘુ વિગતો :

સિલસિલા
અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે પ્રેમનો સિલસિલો ફિલ્મ સિલસિલા સાથે શરૂ થયો. બંને એક-બીજાને બહુ ચાહતા હતાં.

અમિતાભ-રેખા અફૅર
અમિતાભ-રેખાનું અફૅર ઘણા લાંબા સમય સુધી બૉલીવુડમાં ચર્ચાનો વિષય રહ્યો, પણ આ અફૅર કોઈ સંબંધમાં ન પરિણામ શક્યું.

અમિતાભ-જયાનો પ્રેમ
ઝંજીર ફિલ્મ દરમિયાન જ અમિતાભ જયાને મળ્યાં અને ત્યારથી જ અમિતાભને જયા ગમી ગયાં.

અમિતાભ-જયાના લગ્ન
અમિતાભે જયાને લગ્ન માટે પ્રપોઝ કરી અને બંને પરિવારો સંબંધ માટે સંમત થઈ ગયાં. અંતે અમિતાભ-જયાએ લગ્ન કરી લીધાં.

રેખાને અમિતાભે આપ્યો બંગલો
રેખાનો જે બંગલો મુંબઈના જુહૂમાં છે, તેના અંગે કહે છે કે તે બંગલો અમિતાભે જ રેખાને ગિફ્ટમાં આપ્યો હતો.

રેખા સાથે કામ કરવા માંગે છે અમિતાબ
અમિતાભે ઘણા વખત અગાઉ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જો રેખા સાથે કોઈ સારી ફિલ્મ કરવાની તક મળશે, તો તેઓ કરશે.

અમિતાભ-રેખાની લેટેસ્ટ તસવીર
થોડાક દિવસ અગાઉ અમિતાભ અને રેખા એક સાથે ફ્લાઇટમાં દેખાયાં. જુઓ કઈ રીતે રેખાએ કૅમેરામાં કેદ થવાથી બચવા માટે પોતાનું મોઢું ફેરવી લીધું છે.

એક જ મહીને જન્મ દિવસ
રેખા-અમિતાભના જન્મ દિવસો એક જ મહીને ઑક્ટોબરમાં ક્રમશઃ 10મી અને 11મી તારીખે આવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
