For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બચ્ચન પરિવારના 26 સ્ટાફ મેમ્બર્સ કોરોના નેગેટીવ, જાણો અમિતાભ-અભિષેકની હેલ્થ અપડેટ

બચ્ચન પરિવારના 26 સ્ટાફ મેમ્બર્સ કોરોના નેગેટીવ છે. જાણો અમિતાભ-અભિષેકની હેલ્થ અપડેટ

|
Google Oneindia Gujarati News

કોરોનાનુ તાંડવ ચારે તરફ ચાલુ છે, સામાન્ય કે ખાસ દરેક જણ આની ચપેટમાં છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન બંને લોકો અત્યારે નાણાવતી હોસ્પિટલમાં ભરતી છે કારણકે બંને સ્ટાર્સ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અભિષેકની પત્ની ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા પણ કોરોના સંક્રમિત છે પરંતુ તેના લક્ષણ ઘણા હળવા છે એટલા માટે બંનેને હાલમાં હજુ ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

26 સ્ટાફ મેમ્બર્સ કોવિડ ટેસ્ટ નીકળ્યો નેગેટીવ

26 સ્ટાફ મેમ્બર્સ કોવિડ ટેસ્ટ નીકળ્યો નેગેટીવ

બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોના પૉઝિટીવ મળી આવ્યા બાદ તેમના 26 સ્ટાફ મેમ્બર્સનો પણ કોવિડ ટેસ્ટ થયો, મીડિયા સૂત્રો મુજબ બચ્ચન પરિવારના ઘરે હાજર બધા સ્ટાફ કોરોના નેગેટીવ મળી આવ્યા છે. કુલ 54 લોકો બચ્ચન ફેમિલીના સંપર્કમાં આવ્યા હતા. રવિવારે 28 લોકોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

અમિતાભ-અભિષેકનો હેલ્થ અપડેટ

અમિતાભ-અભિષેકનો હેલ્થ અપડેટ

વળી, નાણાવતી હોસ્પિટલમાં અમિતાભ-અભિષેકનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર અંસારીએ આજનીએ આજની તપાસ બાદ કહ્યુ છે કે બંને સ્ટાર્સ ઠીક છે, સીનિયર એક્ટરના લક્ષણો ઘણા હળવા છે, તેમના બધા અંગો અને ભૂખ ઠીક છે. અભિષેક પણ ઠીક છે, ચિંતાની વાત નથી.

આમથી લઈને ખાસ સુધીએ કહ્યુ - બીગ બી Get Well Soon

આમથી લઈને ખાસ સુધીએ કહ્યુ - બીગ બી Get Well Soon

અમિતાભના સંક્રમણના સમાચાર પર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે અમે બધા તમારા ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. તમે જલ્દી સ્વસ્થ થઈ જાવ અમિતાભ બચ્ચનજી, શિવસેનાની રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે મારી કામના છે કે તમે જલ્દી સ્વસ્થ થાવ. વળી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે મહાનાયક અમિતાભ બચ્ચનજીના અસ્વસ્થ થવાના સમાચાર મળ્યા. ઈશ્વર તમને જલ્દી સાજા કરે અને ફરીથી તમે એ જ એનર્જી સાથે તમારા કામમાં લાગી જાવ, અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે છે.

CBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસCBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ

English summary
Amitabh Bachchan's House 26 Staff Members are Covid-19 Negative, Confirm Swab Test Reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X