અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક, ઇમરાન ખાનની ફોટો લગાવી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ સોમવારે હેક થયું હતું. અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને તેમની ફોટોની જગ્યાએ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની ફોટો લગાવી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ સોમવારે હેક થયું હતું. અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને તેમની ફોટોની જગ્યાએ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની ફોટો લગાવી, લવ પાકિસ્તાન લખી દીધું હતું. તુર્કીના કથિત હેકરો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું છે. પરંતુ થોડા સમય પછી અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું હતું.

જાણકારી બદલી

જાણકારી બદલી

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા પછી હેકરે બાયોમા આપેલી જાણકારી પણ બદલી નાખી અને તેમાં લવ પાકિસ્તાન લખી દીધું હતું. તેની સાથે તુર્કીના ઝંડાનું ઈમોજી પણ બતાવ્યું. આ મામલે મુંબઈ પોલીસ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાઇબર યુનિટ આ મામલે તપાસ કરી રહી છે.

સંદેશ લખ્યો

સંદેશ લખ્યો

અમિતાભ બચ્ચનના ટ્વિટર હેન્ડલથી હેકરે ટવિટ કરીને લખ્યું કે આ દુનિયા માટે સંદેશ છે કે તુર્કીના ફૂટબોલર્સ સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તેની અમે નિંદા કરીયે છે. અમે નરમી સાથે વાત કરીયે છે પરંતુ પોતાની સાથે એક મજબૂત ડંડો રાખીયે છે. તેની સાથે વધુ એક ટવિટ કરવામાં આવ્યું જેમાં લખ્યું કે રમઝાનના અવસરે ભારતમાં રોઝા રાખી રહેલા મુસલમાન ઉમ્માહ મોહમ્મદ પર હુમલો કરવામાં આવ્યો.

પહેલા પણ હેન્ડલ હેક થઇ ચુક્યા છે

પહેલા પણ હેન્ડલ હેક થઇ ચુક્યા છે

આ પહેલીવાર નથી કે કોઈ બોલિવૂડ સ્ટારનું એકાઉન્ટ હેક થયું હોય. આ પહેલા શાહિદ કપૂર અને અનુપમ ખેરનું એકાઉન્ટ હેક થઇ ચૂક્યું છે. પરંતુ થોડા જ સમયમાં તેમનું એકાઉન્ટ રિકવર પણ કરી લેવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X