આમિર બાદ અમિતાભ પણ બોલી ઉઠ્યાં ‘રંગ દે બસંતી’
મુંબઈ, 31 જાન્યુઆરી : ના ભાઈ ના... એવું ન માની લેતાં કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન રંગ દે બસંતી નામની કોઈ ફિલ્મ કરવા જઈ રહ્યાં છે કે જે આમિર ખાન કરી ચુક્યાં છે. સદીના મહાનાયક આવી કોઈ ફિલ્મમાં તો કામ નથી કરી રહ્યાં, પરંતુ તેમણે આ શબ્દ ગીત સ્વરૂપે જરૂર ગાયો છે.

હા જી. અમિતાભ બચ્ચના અવાજમાં ફિલ્મી ગીતો તો આપે અનેક વાર સાંભળ્યાં હશે, પરંતુ તેમને લાઇવ સાંભળવા એક મોટી બાબત છે. અમિતાભ બચ્ચને મુંબઈના ગ્લોબલ સાઉંડ્સ ઑફ પીસ ફંક્શનમાં સંગીત દિગ્દર્શક આદેશ શ્રીવાસ્તવ સાથે રંગ દે બસંતી... ગીત ગાઈ સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં. આ સમારંભ દેશમાં શાંતિનો પેગામ પહોંચાડવાના ઉદ્દેશે યોજવામાં આવ્યુ હતું કે જેમાં બૉલીવુડની અનેક મહાન હસ્તીઓ હાજર રહી હતી.
ગીત ગાયા બાદ અમિતાભે જણાવ્યું કે દેશમાં અમન અને શાંતિ ફેલાય, તેવી કામના કરૂ છું, પરંતુ મને નથી લાગતું કે મારું ગાયેલં ગીત લોકોને ગમ્યું હશે, પરંતુ આદેશ શ્રીવાસ્તવે ગીત માટે અમિતાભના વખાણ કર્યાં. આપને જણાવી દઇએ કે આ કાર્યક્રમમાં ઉદિત નારાયણ, ફિલ્મ નિર્માતા આર. બાલ્કી તથા આશુતોષ ગોવારીકર અને અભિનેતા આયુષ્માન ખુરાના, કુણાલ કપૂર પણ હાજર હતાં. લાંબાગાળા બાદ ગાયક ઉદિત નારાયણ પણ કોઈ મંચ ઉપર રજુઆત કરતાં દેખાયાં. તેમણે પોતાના હિટ ગીતો દ્વારા સૌને મોહી લીધાં.












Click it and Unblock the Notifications
