અમિતાભ બચ્ચને પોતાના આરોગ્ય વિશે કહ્યુ, ડૉક્ટરોએ કામ ન કરવાની સલાહ આપી

અભિનેતા અમિતાભ બચ્ચને સિનેમ જગતમાં પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. આ દરમિયાન તેમણે પોતાના આરોગ્ય વિશે ફેન્સને જણાવ્યુ છે.

અભિનેતા અમિતાભ બચ્ચને સિનેમ જગતમાં પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. આ દરમિયાન તેમણે પોતાના આરોગ્ય વિશે ફેન્સને જણાવ્યુ છે. અમિતાભે ગુરુવારે બ્લોગ પોસ્ટ કરીને કહ્યુ છે કે ડૉક્ટરોએ તેમને બિલકુલ કામ ન કરવાની સલાહ આપી છે. ડૉક્ટરોને સ્વર્ગના દૂત ગણાવીને અમિતાભે કહ્યુ કે તેમણે કામથી અલગ આરામ કરવાની સલાહ આપી છે.

કામ અને તબિયત વચ્ચે ઝઝૂમી રહ્યા

કામ અને તબિયત વચ્ચે ઝઝૂમી રહ્યા

આ બ્લૉગમાં તેમણે જણાવ્યુકે તે કેવી રીતે કામ અને તબિયત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને 15 ઓક્ટોબરના રોજ નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે 18 ઓક્ટોબરે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમિતાભે એ સમયે કહ્યુ હતુ કે તે માત્ર રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને તેમની તબિયત સારી છે.

આરોગ્યની સ્થિતિ દરેકનો અંગત અધિકાર

આરોગ્યની સ્થિતિ દરેકનો અંગત અધિકાર

અમિતાભે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પબાદ તેમના આરોગ્ય પર કરવામાં આવેલા કવરેજ પર મીડિયાને પણ ઝાટકી દીધુ હતુ. તેમણે બ્લૉગમાં લખ્યુ હતુ કે, ‘વ્યાવસાયિક ડોક્યુમેન્ટેશનને મહેરબાની કરીને ના તોડો. બિમારીઓ અને ચિકિત્સા દરેકનો અંગત અધિકાર છે, આ શોષણ અને સામાજિક રીતે ખોટુ છે. આ વાતને સમજો, દરેક વસ્તુ આ વેચવાની દુનિયા માટે નથી.'

સિનેમામાં પૂરા થયા 50 વર્ષ

સિનેમામાં પૂરા થયા 50 વર્ષ

7 નવેમ્બરનો દિવસ બીગ બી માટે ઘણો ખાસ હતો કારણકે આ દિવસે તેમની પહેલી ફિલ્મ સાત હિંદુસ્તાની રિલીઝ થઈ હતી જેને હવે 50 વર્ષ થઈ ગયા છે. ત્યારબાદ તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યુ. જેમાં શોલે, ડૉન, શહેનશાહ, અગ્નિપથ, કભી ખુશી કભી ગમ ઉપરાંત બીજી પણ ઘણી ફિલ્મો શામેલ છે. આ વર્ષે તેમને દેશનુ સર્વોચ્ચ સમ્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યો છે.

આ ફિલ્મોમાં જલ્દી દેખાશે બિગ બી

આ ફિલ્મોમાં જલ્દી દેખાશે બિગ બી

હાલમાં અમિતાભ કૌ બનેગા કરોડપતિની સાતમી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તે ફિલ્મ ચહેરે, ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્ર અને ઝુંડમાં જોવા મળશે. ફિલમ ગુલાબો સિતાબોમાં તે એક ગુસ્સાવાળા બુઢ્ઢા વ્યક્તિની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X