ખુદા ગવાહની સિક્વલમાં ફરી ચમકશે શ્રીદેવી-અમિતાભ

મુંબઈ, 22 ઑક્ટોબર : વર્ષ 1992ની સૌથી ચર્ચિત ફિલ્મ ખુદા ગવાહની સિક્વલની તૈયારી થઈ રહી છે. કહે છે કે ફિલ્મના નિર્માતા મનોજ દેસાઈ વાર્તા લખવા માંડ્યાં છે. તેમની હૃદયપૂર્વકની ઇચ્છા છે કે ફિલ્મની સિક્વલમાં અમિતાભ બચ્ચન જ રહે, પણ હાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે કંઈ નક્કી થયું નથી. સ્ક્રિપ્ટ લખાયા બાદ આ અંગે કંઈક નક્કી થશે

નોંધનીય છે કે 1992ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક ખુદા ગવાહમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, ડૅની, શિલ્પા શિરોડકર અને નાગાર્જુન લીડ રોલમાં હતાં. બહેતરીન સંગીત, બેજોડ ડાયલૉગ તથા મલ્ટી સ્ટાર હોવા છતાં ખુદા ગવાહ એક ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી અમિતાભે ફિલ્મોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

જોકે જિંદગમાં બધુ પોતાના હિસાબે નથી થતું. તેથી આ ફિલ્મ બાદ સંન્યાસ લેવાની જાહેરાત બાદ અમિતાભે બીજા ક્ષેત્રોએ કામ કરવાના પ્રયત્નો કર્યો, પણ તેમની કિસ્મતે સાથ નહીં આપ્યો અને તેમને આર્થિક કરજ ચુકવવા માટે પુનઃ ફિલ્મોનો રુખ કરવો પડ્યો. અમિતાભે મૃત્યુદાતા ફિલ્મ દ્વારા બૉલીવુડ ક્ષેત્રે પુનઃ શરુઆત કરી અને આજ સુધી સક્રિય છે.

કહે છે કે મનોજ દેસાઈ ખુદા ગવાહ ફિલ્મની સિક્વલમાં શ્રીદેવીને પણ રિપીટ કરવા માંગે છે. મૂળ ફિલ્મમાં શ્રીદેવી ડબલ રોલમાં હતાં. લોકોને હવે કાસ્ટ અંગે જાણવાની આતુરતા રહેશે.

આવો તસવીરોમાં જોઇએ અમિતાભ-શ્રીદેવીની જોડી :

ઇન્કલાબ

ઇન્કલાબ

શ્રીદેવી અને અમિતાભ બચ્ચન પહેલી વાર 1984માં ફિલ્મ ઇન્કલાબમાં દેખાયા હતાં. ટી રામારાવ દિગ્દર્શિત આ પૉલિટિકલ ડ્રામા ધરાવતી સુપર હિટ રહી હતી.

અન્ય ફિલ્મો

અન્ય ફિલ્મો

અમિતાભ અને શ્રીદેવીની વધુ એક ફિલ્મ હતી આખિરી રાસ્તા. ફિલ્મમાં જયા પ્રદા પણ લીડ રોલમા હતાં. અમિતાભ ડબલ રોલમાં હતાં. ઉપરાંત આ બંને સિતારાઓએ જુમ્મા ચુમ્મા ઇન લંડન, ઇંગ્લિશ વિંગ્લિશ તથા બૉમ્બે ટૉકીઝમાં પણ સ્ક્રીન શૅર કરી હતી.

ખુદા ગવાહ

ખુદા ગવાહ

મુકુલ એસ આનંદ દિગ્દર્શિત ખુદા ગવાહ અમિતાભ અને શ્રીદેવીની ત્રીજી ફિલ્મ હતી. શ્રીદેવીએ આ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો.

ઍવૉર્ડ્સ

ઍવૉર્ડ્સ

ખુદા ગવાહ 1992ની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી. તેણે અનેક ઍવૉર્ડ્સ પણ જીત્યા હતાં.

સિક્વલ

સિક્વલ

હવે ખુદા ગવાહની સિક્વલની તૈયારીઓ થઈ રહી છે. ખુદા ગવાહમાં અમિતાભ-શ્રીદેવીની કેમેસ્ટ્રી લાજવાબ હતી. સવાલ એ છે કે શું સિક્વલમાં આ બંને જ રહેશે? અને શું બંનેની કેમેસ્ટ્રી આજેય જળવાશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X