આલિયાને બહુ સેક્સી લાગે છે બિગ બી
મુંબઈ, 11 ઑક્ટોબર : તેને અમિતાભ બચ્ચન પ્રત્યે લોકોની ઘેલછાં જ કહી શકાય કે 70 વર્ષની ઉંમરે પણ તેઓ કમસિન છોકરીઓને સેક્સી લાગે છે. અમે વાત કરી રહ્યાં છીએ મહેશ ભટ્ટની પુત્રી અને નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટ અંગે.

આલિયા ભટ્ટ કરણ જૌહરના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા મોટા પડદે એન્ટ્રી કરી રહી છે. આ જ સપ્તાહે રિલીઝ થનાર આ ફિલ્મ માટે આલિયા હાલ કરણ જૌહર સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અંગે તે કરણ જૌહર સાથે આ જ સપ્તાહે કેબીસીના મંચે દેખાશે અને આ શો દરમિયાન જ તે બિગ બીને સૌની સામે સેક્સી કહેશે.
હકીકતમાં કેબીસીના સેટ પર જેવા જ બિગ બી આલિયા અને કરણનું સ્વાગત કરશે કે જોરદાર તાળીઓ વાગશે. આલિયાને જોતાં જ અમિતાભ તેમને ખૂબસૂરત કહેશે અને આલિયાના મોઢેથી સરી પડશે કે આપ તો આજ ભી સેક્સી હો. આ શોનું પ્રસારણ શનિવારે કરાશે.
નોંધનીય છે કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં આલિયા સાથે સિદ્ધાર્થ તેમજ વરુણ પણ છે. ત્રણેય કલાકારોની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર અને શાહરુખ ખાન છે. વાર્તા કરણે જ લખી છે.












Click it and Unblock the Notifications
