બિગ બીને કેમ યાદ આવી ગયું કરીનાનું બાળપણ?
ભોપાલ, 27 ફેબ્રુઆરી : ક્યારેક બચ્ચન અને કપૂર પરિવાર વચ્ચે સંબંધ બધાનાર હતો, પરંતુ તમામ પ્રયત્નો છતાં આવું થઈ ન શક્યું. હા જી. આપ બરાબર સમજ્યાં. અમે વાત કરીએ છીએ અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના લગ્નની. બંનેના સગપણ થયા હતાં, પરંતુ વાત લગ્ન સુધી નપહોંચી શકી. તેથી બંને પરિવારો કે જે નજીક આવવાના હતાં, તે ખૂબ દૂર થઈ ગયાં. જોકે આ વાતો હવે વીતેલા સમયની થઈ ગઈ અને બંને પરિવારો હાલ ખૂબ આગળ નિકળી ચુક્યાં છે. આજે કરિશ્મા બે બાળકોના માતા છે અને પતિ સંજય કપૂરથી જુદા રહે છે, તો અભિષેક ઐશ્વર્યા રાયના પતિ અને પુત્રી આરાધ્યાના પિતા બની ચુક્યાં છે.

લાંબા ગાળાથી બંને પરિવારોએ સાથે કામ નથી કર્યું, પરંતુ હવે ફરી એક વાર અમિતાભ બચ્ચન અને કરીના કપૂર પ્રકાશ ઝાની બહુચર્ચિત ફિલ્મ સત્યાગ્રહમાં સાથે આવી રહ્યાં છે. પોતાની ફિલ્મ અંગે બિગ બીએ પોતાના બ્લૉગ ઉપર એક યાદ શૅર કરી છે. તેમાં લખ્યું છે - વાત 1983ની છે કે જ્યારે હું ફિલ્મ પુકારનું શૂટિંગ કરી રહ્યો હતો. તે પણ કરીના પપ્પા રણધીર કપૂર સાથે. ફિલ્મના સેટ ઉપર નાનકડી કરીના પણ આવતી હતી. એક દિવસ ફિલ્મના એક સીનમાં રણધીર કપૂર કેટલાંક ગુંડાઓથી પિટાતા હતાં. કરીનાને લાગ્યું કે તેના પપ્પાની ધોલાઈ થઈ રહી છે. તે જોર-જોરથી રડવા લાગી અને અચાનક પોતાના પપ્પાને બચાવવા દોડી તથા પડી ગઈ. તેના પગમાં માટી લાગી ગઈ હતી. તે માટી મેં સાફ કરી હતી તેને ખોળે ઉપાડી. આજે તે જ કરીના મારી ફિલ્મની હીરોઇન છે.
નોંધનીય છે કે પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં અમિતાભ બચ્ચન, કરીના કપૂર ઉપરાંત અજય દેવગણ, અર્જુન રામપાલ અને અમૃતા રાવ પણ છે. કહે છે કે ફિલ્મ અણ્ણા હઝારેના આંદોલન ઉપર આધારિત છે.












Click it and Unblock the Notifications
