અમિતાભ-જયા સામે ગેરકાયદે કૃત્યનો આરોપ

આરોપો મુજબ એક્સટેસી રિયલ્ટી મુંબઈના ગ્રીન ઝોનમાં એક મોટી બિલ્ડિંગ બનાવી રહી છે કે જેમાં અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચને અલગ-અલગ ક્રમશઃ 6.5 કરોડ તથા 5 કરોડ રુપિયા રોક્યાં છે. આ બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બની છે. તે પણ તેવી જગ્યાએ કે જ્યાં માત્ર વૃક્ષારોપણ કરવાની અનુમતિ છે.
નોંધનીય છે કે એક્સટેસી રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ કમ્પની અંધેરીમાં એક ઇમારતનું નિર્માણ કરી રહી છે. તે અંગે વાય. પી. સિંહે જણાવ્યું છે કે શક્ય છે કે અમિતાભ-જયાને એ બાબતનો ખ્યાલ ન હોય, પરંતુ જો ખ્યાલ હોય, તો આ બહુ ખોટી વાત છે. તેમણે કોઈ પણ ક્ષેત્રે પૈસા રોકતા પહેલા દસ વાર વિચારવું જોઇએ. કારણ કે તેમના જેવા લોકો ખોટું કામ કરશે, તો સામાન્ય માણસ કેમ નહીં કરે? બંને અનેક લોકો માટે આદર્શ છે. જો તેઓ જાણીજોઈને આવું કરતાં હોય, તો તેમને સજા મળવી જોઇએ.
નોંધનીય છે કે તાજેતરમાં જ અમિતાભ બચ્ચન ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ કૌન બનેગા કરોડપતિમાંથી કમાવેલી રકમ અંગે આવકવેરા વિભાગ સાથે ખોટું બોલ્યાં છે અને પૂરો આવકવેરો ચુકવ્યો નથી. જોઇએ કે આ વખતે અમિતાભ-જયા કેવી સફાઈ આપે છે?












Click it and Unblock the Notifications
