Pics : અમિતાભ-જયા-શાહરુખે કર્યું કેઆઈએફએફનું ઉદ્ઘાટન
મુંબઈ, 11 નવેમ્બર : પોતાના સંગીત તથા કળા માટે દેશમાં જાણીતા કોલકાતાની રવિવારની સાંજ ખૂબ જ રંગીન અને હસીન રહી, કારણ કે રવિવારે સાંજે ફિલ્મી કલાકારોના હસ્તે 19મા કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એટલે કે કેઆઈએફએફનું ઉદ્ઘાટન કરાયું. આ મહોત્સવનો શુભારંભ બંગાળના જમાઈરાજ અમિતાભ બચ્ચનના હસ્તે થયો કે જેમાં તેમનો સાથ આપ્યો જયા (ભાદુરી) બચ્ચન, શાહરુખ ખાન, મિથુન ચક્રવર્તી, કમલ હસન તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ. તમામ સાથે મળી કેઆઈએફએફનું દીપ પ્રજ્જ્વલિત કર્યું.
આ પ્રસંગે મમતા બૅનર્જીએ અમિતાભ બચ્ચન તથા શાહરુખના ખૂબ વખાણ કર્યાં. શાહરુખ ખાન પશ્ચિમ બંગાળના બ્રાન્ડ ઍમ્બેસેડર પણ છે અને કોલકાતા આઈપીએલ ટીમના માલિક પણ, તો બીજી બાજુ અમિતાભે જણાવ્યું કે હિન્દી સિનમા બંગાળ વગર અપૂર્ણ છે, એવી જ રીતે કે જેમ મારૂં જીવન... બંગાળની માટીએ ભારતીય સિનેમાને એક સે બઢકે એક નાયાબ હીરા આપ્યાં છે.
નેતાજી ઇનડોર સ્ટેડિયમમાં યાજોયેલ આ મહોત્સવમાં પ્રસન્નજીત ચૅટર્જી સહિત બાંગ્લા સિનેમાની અનેક જાણીતી હસ્તીઓએ પણ પહોંચી હતી. આ પ્રસંગે જાણીતા કોરિયોગ્રાફર સુકલ્યાણ ભટ્ટાચાર્યે ભારતીય સિનેમના સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં 10 મિનિટનું કાર્યક્રમ ડાઉન મેમરી લેન રજૂ કર્યું. પછી 1000 નૃત્યાંગનાઓ તથા બાળકોએ હિન્દી તેમજ બાંગ્લા ફિલ્મોના ચર્ચિત ગીતો ઉપર નૃત્ય કર્યાં. ફિલ્મ પ્રદર્શન સત્રનો શુભારંભ દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્મિત 1913ની ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર સાથે કરાયો.
ચાલો જોઈ લઇએ તસવીરો :

મમતા બૅનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ દીપ પ્રજ્વલિત કરી મહોત્સવનો શુભારંભ કર્યો.

દિગ્ગજો
આ મહોત્સવનો શુભારંભ બંગાળના જમાઈરાજ અમિતાભ બચ્ચનના હસ્તે થયો. તેમનો સાથ આપ્યો જયા બચ્ચન, શાહરુખ ખાન, મિથુન ચક્રવર્તી અને કમલ હસને.

મમતાએ કર્યા વખાણ
મમતાએ અમિતાભ-શાહરુખના ખૂબ વખાણ કર્યાં અને કમલ હસનને બહેતરીન અભિનેતા ગણાવ્યાં.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન આ મહોત્સવમાં ખૂબ ખુશ નજરે પડ્યાં. તેમણે જણાવ્યું - હું તો બંગાળનો જમાઈ છું.

અમિત-મમતા-એસઆરકે
મમતાએ અમિતાભ-શાહરુખના બહુ વખાણ કર્યાં. શાહરુખ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તથા કોલકાતા આઈપીએલ ટીમના માલિક પણ છે.












Click it and Unblock the Notifications
