સલમાનની ખાસ મિત્ર છે આ એક્ટ્રેસ, રજનીકાંત સાથે કરશે રોમાન્સ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની હોટ એક્ટ્રેસના લિસ્ટમાં એક નામ છે એમી જેક્સન. એમી જેક્સન તેની સુપરહોટ તસવીરો માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને જેવી તે સોશિયલ મીડિયા પર કોઇ તસવીર મુકે કે તુરંત વાયરલ થઇ જાય છે. હાલમાં જ તેણે પોતાની એક ટોવેલવાળી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી.

વાયરલ તસવીર

વાયરલ તસવીર

એમી જેક્સનની આ તસવીરો હાલ ખૂબ વાયરલ થઇ રહી છે, મૂળ બ્રિટિશની એવી એમીએ તમિલ, તેલુગૂ, કન્નડ અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે બોલિવૂડમાં વર્ષ 2012માં ફિલ્મ 'એક દિવાના થા' થકી પદાર્પણ કર્યું હતું.

'2.0'માં જોવા મળશે એમી

'2.0'માં જોવા મળશે એમી

હાલ તે અક્ષય કુમાર અને રજનીકાંત સાથે ફિલ્મ '2.0' પર કામ કરી રહી છે. રજનીકાંતની ફિલ્મ 'રોબોટ'ની આ સિક્વલ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાઇ રહી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 450 કરોડ છે.

અક્ષય કુમાર છે લકી?

અક્ષય કુમાર છે લકી?

લાગે છે કે, એમી જેક્સન માટે અક્ષય કુમાર લકી છે, પહેલી ફિલ્મ 'એક દિવાના થા' બાદ તે લગભગ ખોવાઇ જ ગઇ હતી. અક્ષય કુમારની ફિલ્મ 'સિંહ ઇઝ બ્લિંગ'થી તે ફરી લાઇમલાઇટમાં આવી અને '2.0'માં પણ તે અક્ષય સાથે જોવા મળનાર છે.

અક્ષય કુમારની પહેલી તમિલ ફિલ્મ

અક્ષય કુમારની પહેલી તમિલ ફિલ્મ

ફિલ્મ '2.0'માં અક્ષય, એમી અને રજનીકાંત સિવાય આદિલ હુસૈન અને સુધાંશુ પાંડે પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ અક્ષય કુમારની પહેલી તમિલ ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય લાંબા સમય બાદ વિલનના રોલમાં જોવા મળશે.

રજનીકાંત સાથે કરશે રોમાન્સ

રજનીકાંત સાથે કરશે રોમાન્સ

જો કે, આ ફિલ્મમાં એમી અક્ષય કુમાર નહીં, પરંતુ રજનીકાંત સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં એમી અને રજનીકાંતના માત્ર એક સોંગના શૂટિંગ પાછળ લગભગ 8થી 10 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

બોલિવૂડમાં ન ચાલી ફિલ્મો

બોલિવૂડમાં ન ચાલી ફિલ્મો

બોલિવૂડમાં એમી જેક્સનની કોઇ ફિલ્મ હજુ સુધી ખાસ કમાલ દેખાડી શકી નથી, પરંતુ તમિલ ફિલ્મોમાં એમી જેક્સનનું નસીબ કામ કરી ગયું છે. સાઉથમાં તે પોતાની ફિલ્મો દ્વારા છવાઇ ગઇ છે. હાલ તે '2.0' ઉપરાંત એક ઇંગ્લિશ અને એક કન્નડ ફિલ્મ પર કામ કરી રહી છે.

પ્રતિક બબ્બર સાથે હતો અફેર

પ્રતિક બબ્બર સાથે હતો અફેર

એમી ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ખાસી ચર્ચામાં રહી છે. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 'એક દિવાના થા'ના કો-સ્ટાર પ્રતિક બબ્બર સાથે જ તેનો અફેર હતો. લગભગ એક વર્ષ સુધી બંન્ને સાથે રહ્યા બાદ તેમનું બ્રેકઅપ થયું હતું. બંન્ને બાંદ્રામાં એક ફ્લેટમાં સાથે રહેતા હતા.

સલમાન ખાનની છે ખાસ

સલમાન ખાનની છે ખાસ

થોડા મહિનાથી એમી જેક્સન અને સલમાન ખાનને અનેક પાર્ટી અને ઇવેન્ટમાં સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ફિલ્મ '2.0'ની ઓડિયો લોન્ચ વખતે પણ સલમાન અચાનક ઇવેન્ટમાં ટપકી પડ્યા હતા. ત્યારે પણ અફવા ઊડી હતી કે, સલમાન અક્ષય કે રજનીકાંતને મળવા નહીં, પરંતુ એમીને મળવા ત્યાં પહોંચ્યા હતા.

English summary
Amy Jackson oozes hotness as she poses in a towel.
Please Wait while comments are loading...