અનન્યા પાંડે ઓટીટી પર કરશે દમદાર ડેબ્યુ, 'Call Me Bae'માં નિભાવશે આ ભૂમિકા

હવે અનન્યા પાંડે ફિલ્મો પછી ઓટીટીમાં પોતાનુ જોરદાર ડેબ્યૂ કરવા જઈ રહી છે.

મુંબઈઃ અભિનેત્રી અનન્યા પાંડેએ ઘણી શાનદાર ફિલ્મો દ્વારા સાબિત કર્યુ છે કે તે લાંબા સમય સુધી બૉલિવુડ પર રાજ કરવા આવી છે. માત્ર ત્રણ વર્ષની કારકિર્દીમાં તે હવે ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. વળી, હવે અનન્યા પાંડે ફિલ્મો પછી ઓટીટીમાં પોતાનુ જોરદાર ડેબ્યૂ કરવા જઈ રહી છે. અનન્યા પાંડે ટૂંક સમયમાં ધર્માટિક એન્ટરટેઈનમેન્ટની વેબ સિરીઝ 'કોલ મી બે'માં જોવા મળશે.

વેબ સિરીઝમાં ભજવશે આ ભૂમિકા

વેબ સિરીઝમાં ભજવશે આ ભૂમિકા

આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે એક અમીર પરિવારની દીકરીની ભૂમિકા ભજવતી જોવા મળશે. અનન્યા પાંડે આ વેબ સિરીઝમાં એક ફેશનિસ્ટાની ભૂમિકા ભજવશે જે ખૂબ જ રસપ્રદ અને અલગ હશે. અનન્યા પાંડેની આ વેબ સિરીઝ કોલિન ડી કુન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કોલિન ડી કુન્હા અગાઉ 'સંજુ' જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.

અનન્યા પાંડેની ફિલ્મ

અનન્યા પાંડેની ફિલ્મ

આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે સિવાય સ્ટાર કાસ્ટના નામની જાહેરાત કરવામાં આવી નથી. અનન્યા પાંડેની ફિલ્મોની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ 'લાઈગર' બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી શકી. ફિલ્મ ખરાબ રીતે ધરાશાયી થઈ ગઈ. આ ફિલ્મમાં તેના સિવાય વિજય દેવરાકોંડા હતા.

અનન્યાનુ વર્કફ્રંટ

અનન્યાનુ વર્કફ્રંટ

અનન્યાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે. આ સિવાય તે 'ખો ગયે હમ કહાં' ફિલ્મ પણ કરી રહી છે. હવે ફિલ્મો સિવાય અનન્યા પાંડે OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેના ફેન્સ પણ આ સમાચારથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X