નાયક 2માં અરવિંદ કેજરીવાલ બનશે અનિલ કપૂર
મુંબઈ, 2 જાન્યુઆરી : જેમ કે સૌ જાણે છે કે બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરે પોતાની હિટ ફિલ્મ નાયકની સિક્વલ બનાવવાની વાત કહી છે કે જેના નિર્માતા તેઓ પોતે જ હશે. હવે જાણવા એમ મળે છે કે નાયક 3માં અનિલ કપૂર અરવિંદ કેજરીવાલની છાપ ધરાવતો રોલ કરવાના છે. અનિલ કપૂરે આ નિર્ણય દિલ્હી ચૂંટણી પરિણામો આવ્યા બાદ કર્યો છે.

હકીકતમાં લોકોને કેજરીવાલનો ચહેરો મહદઅંશે નાયક ફિલ્મમાં એક દિવસના મુખ્યમંત્રી બનનાર અનિલ કપૂર સાથે મળતો લાગે છે. નાયક ફિલ્મમાં સામાન્ય વર્ગની વ્યક્તિનો રોલ ભજવનાર અનિલ કપૂરને મુખ્યમંત્રી બન્યા બાદ ભ્રષ્ટ રાજકારણીઓ સામે ઝઝૂમતા અને વ્યવસ્થાને ભ્રષ્ટાચારમુક્ત કરતા દર્શાવાયાં છે. અનિલ કપૂર હવે નાયક 2 બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને તેમાં તેઓ એક સામાન્ય માણસ એટલે કે આમ આદમીમાંથી મુખ્યમંત્રી બનતા વ્યક્તિનો રોલ કરશે.












Click it and Unblock the Notifications
