Pics : મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા : સોનમ

મુંબઈ, 31 માર્ચ : દરેક પિતાની ઇચ્છા હોય છે કે તે પોતાના બાળકોને સફળતાની ટોચે જુએ. તેથી દરેક પિતા પોતાના બાળકોના સંઘર્ષનો ભાગ બને છે. કંઇક એવા જ પિતા છે અનિલ કપૂર. બૉલીવુડના સૌથી યંગ અને એનર્જેટિક પપ્પામાંના એક અનિલ કપૂર વિશે આ ખુલાસો તેમની લાડકવાયી દીકરી સોનમ કપૂરે એક ચૅટ શો દરમિયાન કર્યો છે.

તાજેતરમાં બેવકૂફિયાં ફિલ્મમાં દેખાનાર સોનમ કપૂરે જણાવ્યું કે તેમના પપ્પા અનિલ કપૂરે એક દિવસ તેમને કહ્યુ હતું કે તેઓ મને દિગ્દર્શિત કરવા માંગે છે. સોનમે જણાવ્યું કે તેમના પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે. સોનમે કહ્યું કે પપ્પાના આ શબ્દો મારા માટે શું મહત્વ ધરાવે છે, તે શબ્દોમાં વ્યક્ત કરવું થોડુક અઘરુ છે, પણ પપ્પા દ્વારા કહેવાયેલી આ વાત મારા માટે દુનિયાની બેસ્ટ કૉમ્પ્લીમેંટ છે. સોનમે કહ્યું - જોકે મેં પપ્પાને મને ડાયરેક્ટ કરવા માટે ના કહી રાખી છે, પરંતુ જ્યારે પપ્પા મારા કામના વખાણ કરે છે કે ખામી કાઢે છે, તો મને દિલથી સારૂ લાગે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ સોનમ કપૂરના દિલની વાતો :

અનિલની દીકરી કહેવાતા ખુશી

અનિલની દીકરી કહેવાતા ખુશી

સોનમે કહ્યું - મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે અને મને બહુ ખુશી થાય છે કે જ્યારે લોકો મને અનિલની દીકરી કહી બોલાવે છે.

પપ્પાની દરેક ફિલ્મ પસંદ

પપ્પાની દરેક ફિલ્મ પસંદ

સોનમે કહ્યું - મને મારા પપ્પાની લગભગ દરેક ફિલ્મ બહુ પસંદ છે. મારા પપ્પા અનિલ જ મારા ફૅવરિટ હીરો છે અને આ વાતનો મને ગર્વ પણ છે.

રાંઝણાએ બદલી કિસ્મત

રાંઝણાએ બદલી કિસ્મત

પાંચ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં સોનમ કપૂરને અપેક્ષિત સફળતા નહોતી મળી, પરંતુ પપ્પાના પ્રોડક્શન હેઠળ આવેલી રાંઝણા દ્વારા સોનમે પહેલી વાર સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મ બાદ લોકોના મનમાં સોનમની છબી બદલાઈ ગઈ છે.

ખૂબસૂરતમાં સોનમ

ખૂબસૂરતમાં સોનમ

સોનમ કપૂર આજકાલ પપ્પાના પ્રોડક્શન હેઠળ જ વધુ એક ફિલ્મ ખૂબસૂરતમાં કામ કરી રહ્યાં છે. એંસીના દાયકાની સુપરહિટ ફિલ્મ ખૂબસૂરતની રીમેકનું દિગ્દર્શન સોનમના બહેન રિયા કપૂર કરી રહ્યાં છે. જોકે રીયાએ આ અગાઉ સોનમ સાથે બનાવીલ ફિલ્મ આયશા ફ્લૉપ નિવડી હતી.

પરિવાર સાથે કામ મુશ્કેલ

પરિવાર સાથે કામ મુશ્કેલ

સોનમ કપૂરે ખૂબસૂરત ફિલ્મ અંગે જણાવ્યું - પરિવારના સભ્યો સાથે કામ કરવું મુશ્કેલ હોય છે, કારણ કે તેઓ આપની પાસે વધુ અપેક્ષાઓ રાખે છે. આપે પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યવહાર કરવો પડશે. આપે સમય પર પહોંચવાની જરૂર પડશે. પોતાની તમામ લાઇનો યાદ રાખવી પડશે.

રેખાને ન લેવાનો અફસોસ

રેખાને ન લેવાનો અફસોસ

અગાઉ કહેવાતુ હતું કે રેખાની ફિલ્મ ખૂબસૂરતની રીમેકમાં રેખા મહેમાન કલાકાર તરીકે દેખાશે, પરંતુ સોનમે કહ્યું - દુર્ભાગ્યે અમે રેખાને અતિથિ ભૂમિકામાં ન લઈ શક્યાં, પરંતુ તેઓ મારા પરિવારના નજીકના મિત્રોમાંના એક છે. અમને હંમેશા તેમના આશીર્વાદની જરૂર છે. તેમની દુઆઓ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.

શૂટિંગ સમાપ્ત

શૂટિંગ સમાપ્ત

ખૂબસૂરત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. જોકે હજી ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X