Pics : ગદર 2? કોઈ ચાંસ નથી, ચાર્મનો સવાલ છે ભાઈ!
મુંબઈ, 31 ઑગસ્ટ : સન્ની દેઓલની 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદર આજે પણ લોકોના હૃદયમાં પરફેક્ટ રોમાંટિક ફિલ્મ તરીકે સમાયેલી છે, પણ જ્યારે ગદર 2ની વાત નિકળી, તો સન્ની દેઓલની સાથે જ દિગ્દર્શક અનિલ શર્મા પણ પાછા ખસી ગયાં. તેમનું માનવું છે કે જો ગદર 2 બનાવવામાં આવી, તો ગદરનો જે ચાર્મ છે તે ચાલ્યો જશે અને પછી લોકોના હૃદયમાં ગદરની જે પ્રેમ અને રોમાંટિક છબી આજે પણ મોજૂદ છે, તો ક્યાંક ધ્વંસ થઈ જશે.
એમ તો અનિલ શર્માનું કહેવું છે કે ગદરની સિક્વલ બનાવવા યોગ્ય વાર્તા મળી જ નથી શકી, પણ જો કોઈ બહુ જ સારી સ્ક્રિપ્ટ પણ મળી જાય, તોય તેઓ ગદર 2 નહીં જ બનાવે. કમ સે કમ હાલ તો તેમનો આ જ નિર્ણય છે.
સન્ની દેઓલે તાજેતરમાં જ અનિલ શર્મા દિગ્દર્શિત સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કર્યો. આ પ્રસંગે સન્ની દેઓલને મીડિયાએ પૂછ્યું કે તેમનો અઢી કિલોનો હાથ આજે પણ અઢી જ કિલોનો છે? જવાબમાં હસતા સન્નીએ કહ્યું કે જ્યારે દામિની ફિલ્મ બનાવવામાં આવી રહી હતી, ત્યારે તેમને ખબર નહોતી કે તેમની ફિલ્મનો આ ડાયલૉગ આટલો હિટ થઈ જશે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગદરે મચાવી હતી ગદર
સન્ની દેઓલ અને અનિલ શર્માની ગદર ફિલ્મે 2001માં બૉક્સ ઑફિસે ગદર મચાવી દીધી હતી. ફિલ્મે તે જમાનામાં 100 કરોડ કમાવ્યા હતાં કે જ્યારે 100 કરોડ ક્લબ જેવું કંઈ જ નહોતું. ગદરે અનેક ઍવૉર્ડ્સ હાસલ કર્યા હતાં.

લગાન સાથે સ્પર્ધા
ગદર અને આમિર ખાનની લગાન એક જ દિવસી રિલીઝ થઈ હતી, પણ ગદરે લગાન કરતાં વધુ કમાણી કરી હતી.

અઢી કિલોનો હાથ આજેય ભારે
સન્નીએ સિંહ સાહબ ધ ગ્રેટના ફર્સ્ટ લુક લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે જ્યારે દામિની ફિલ્મ બનાવવામાં આવી રહી હતી, ત્યારે તેમને ખબર નહોતી કે તેમની ફિલ્મનો આ ડાયલૉગ આટલો હિટ થઈ જશે.

હવે કલેક્ટરના રોલમાં
સન્ની દેઓલ સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મમાં કલેક્ટરનો રોલ કરી રહ્યાં છે.

વાંક માત્ર રાજકારણીઓનો નહીં
સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મમાં ભ્રષ્ટાચાર અંગે ઘણું બધું છે, પરંતુ સમગ્ર વાંક માત્ર રાજકારણીઓ ઉપર ઢોળવામાં નથી આવ્યું. દોષ આપણાં બધાનો પણ છે, તેવું દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે.












Click it and Unblock the Notifications
