સુશાંતના મોત બાદ આઘાતમાં છે અંકિતા લોખંડે, નજીકની દોસ્તે આપી માહિતી

સુશાંતની મોતનો અંકિતાને ઝટકો લાગ્યો છે. તે આઘાતમાં છે. વાંચો વધુ વિગત..

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સૌ કોઈ શોકમાં છે, દરેકના મનમાં એ જ સવાલ છે કે છેવટે કેમ સુશાંતે ગળે ફાંસો ખાઈ લીધો. અભિનેતાના મોતનો ઉંડો આઘાત તેમની પ્રેમિકા અભિનેત્રી અંકિતા લોખંડેને પણ લાગ્યો છે. તેની હાલત ઠીક નથી. તેના વિશે માહિતી આપતા અભિનેત્રી પ્રાર્થના બેહેરેએ કહ્યુ કે સુશાંતની મોતનો અંકિતાને ઝટકો લાગ્યો છે. તે આઘાતમાં છે. ઈન્ડિયા ફોરમના રિપોર્ટ અનુસાર પ્રાર્થના બેહેરેએ જણાવ્યુ કે જ્યારથી સુશાંતના સુસાઈડ વિશે અંકિતા લોખંડેએ સાંભળ્યુ છે ત્યારથી જ્યાં હતી ત્યાંની ત્યાં જ છે, તેની રોઈ રોઈને હાલત ખરાબ છે.

'અંકિતા તૂટી ગઈ છે, તે આઘાતમાં છે'

'અંકિતા તૂટી ગઈ છે, તે આઘાતમાં છે'

અંકિતા તૂટી ગઈ છે, આ વાત લોકોએ સમજવી જોઈએ કે દરેક જણ પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યુ છે પરંતુ તેના જીવનમાં બીજુ કોઈ છે અને તેણે એ સંબંધનુ પણ સમ્માન કરવાનુ છે, હું જાણુ છુ કે અંકિતા કેવી છે અને તે કેટલી પરેશાન છે. હું એ સમજી શકુ છે, તમને જણાવી દઈએ કે પવિત્ર રિશ્તામાં પ્રાર્થના બેહેરેએ સુશાંતની નાની બહેનનો રોલ નિભાવ્યો હતો.

6 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનમાં હતા અંકિતા-સુશાંત

6 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનમાં હતા અંકિતા-સુશાંત

તમને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત ટીવીના હૉટ કલાકારોમાંંના એક રહ્યા છે. એક સમય હતો જ્યારે તેમની ગણતરી હૉટ કપલ્સમાં થતી હતી. બંનેએ એકતા કપૂરના જાણીતા શો પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યુ હતુ. આ શો પણ હિટ હતો અને બંનેની જોડી પણ, આ સેટ પર બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. પછી બંને 6 વર્ષ સુધી લિવઈન રિલેશનમાં રહ્યા હતા.

નેશનલ ટીવી ચેનલ પર કર્યુ હતુ પ્રપોઝ

નેશનલ ટીવી ચેનલ પર કર્યુ હતુ પ્રપોઝ

સુશાંતે અંકિતાને નેશનલ ટીવી ચેનલ કલર્સના જાણીતા શો ઝલક દિખલા જા ના સેટ પર પ્રપોઝ કર્યુ હતુ પરંતુ ત્યારબાદ સુશાંત ટીવી છોડીને બૉલિવુડ તરફ આગળ વધવા લાગ્યા તો અંકિતાથી દૂર થતા ગયા અને પછી એક દિવસ સમાચાર આવ્યા કે બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ છે.

સુશાંતની મોતનો લાગ્યો ઝટકો

સુશાંતની મોતનો લાગ્યો ઝટકો

તમને જણાવી દઈએ કે સુશાંતના નિધનના સમાચાર રવિવારે 2 વાગ્યા આસપાસ આવ્યા હતા. ત્યારબાદ એક ન્યૂઝ ચેનલે રિએક્શન લેવા માટે તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને ફોન કર્યો. જેવુ રિપોર્ટરે તેને સુશાંતના નિધન વિશે પૂછ્યુ તો તે ચોંકી ગઈ. આના પર તેણે કહ્યુ, 'શું?' અને ફોન કાપી દીધો અને ત્યારબાદ ફોન ઉઠ્યો જ નહિ.

અંકિતાની સગાઈના સમાચાર

અંકિતાની સગાઈના સમાચાર

અંકિતા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. હાલમાં જ તેણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે રીંગ પહેરેલી જોવા મળી રહી હતી. ત્યારબાદથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેણે પોતાના બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે સગાઈ કરી લીધી છે. જો કે બંનેએ આ વાતની અધિકૃત પુષ્ટિ કરી નથી. અંકિતા પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X