Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિયાના દાવા પર ભડકી અંકિતા, Video શેર કરીને પૂછ્યુ, શું આ ક્લસ્ટ્રોફોબિયા છે?

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈ જોરશોરથી લાગેલી છે. સુશાંતનુ મોત એક પહેલી બની ગયુ છે. આ કેસમાં હવે ડ્રગ્ઝનો એંગલ સામે આવતા હોબાળો મચી ગયો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સવાલોના ઘેરામાં છે. અભિનેતાના પિતા કેકે સિંહે તેના પર પોતાની દીકરાને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે. વળી, પહેલી વાર આ કેસમાં રિયા ચક્રવર્તીએ મૌન તોડ્યુ છે, તેણે એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે સુશાંતને પ્લેનમાં બેસવાનો ડર લાગતો હતો.

રિયાનો દાવો - સુશાંત ક્લસ્ટ્રોફોબિયાથી ગ્રસિત હતા

રિયાનો દાવો - સુશાંત ક્લસ્ટ્રોફોબિયાથી ગ્રસિત હતા

રિયાએ જણાવ્યુ કે સુશાંત ક્લસ્ટ્રોફોબિયાથી ગ્રસિત હતા જેના માટે તે મોડાફિનિલ દવા લેતા હતા, આ વાતની તેને ત્યારે ખબર પડી જ્યારે તે સુશાંતની સાથે યુરોપ ટુર પર જઈ રહી હતી. સુશાંતે તેને પોતાના આ ડર વિશે જણાવ્યુ હતુ અને એ પણ કહ્યુ કે યુરોપ ટ્રિપ દરમિયાન જ તેને સુશાંતના ડિપ્રેશન વિશે જાણવા મળ્યુ હતુ. રિયાએ એ પણ કહ્યુ કે સુશાંતે તેને કહ્યુ હતુ કે તે વર્ષ 2013થી આ દવા લઈ રહ્યા છે. કદાચ 2013મં સુશાંત સાથે કંઈ થયુ હતુ જ્યારે તેમની સાથે ડિપ્રેશન જેવી વસ્તુઓ શરૂ થઈ હતી. ત્યારે તે મનોવૈજ્ઞાનિકને મળ્યા હતા જેમનુ નામ હરેશ શેટ્ટી છે, તેમણે જ સુશાંતની દવાઓ વિશે જણાવ્યુ હતુ.

અંકિતાએ શેર કર્યો સુશાંતનો જૂનો વીડિયો

રિયાના આ નિવેદન પર સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ખૂબ જ ભડકી ગઈ અને તેણે તરત જ ઈન્સ્ટાગ્રામ પર સુશાંતનો એક વીડિયો શેર કર્યો જેમાં સુશાંત એક ફ્લાઈટ સિમ્યુલેટરના કૉકપિટમાં બેસીને પ્લેન ઉડાવવાનો અનુભવ લઈ રહ્યા હતા, આ વીડિયો શેર કરીને અંકિતાએ લખ્યુ કે શું આ ક્લસ્ટ્રોફોબિયા છે? તને ઉડવાનુ ગમતુ હતુ અને તે હંમેશૈા પોતાના સપનાને જીવ્યુ, અમને સૌને તમારા પર ગર્વ છે. આ સાથે જ તેણે સ્માઈલીનુ આઈકૉન પણ શેર કર્યુ છે.

વાયરલ થઈ અંકિતા લોખંડેની પોસ્ટ

વાયરલ થઈ અંકિતા લોખંડેની પોસ્ટ

જો કે અંકિતા લોખંડેએ પોતાની પોસ્ટમાં કોઈનુ પણ નામ નથી લીધુ પરંતુ કોઈનુ નામ લીધા વિના તેણે સીધે સીધા રિયા ચક્રવર્તી પર નિશાન સાધ્યુ છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે લોકો આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અંકિતા અને સુશાંત ટીવીના હૉટ કલાકારોમાંના એક રહ્યા છે બંનેએ એકતા કપૂરની પવિત્ર રિશ્તા સીરિયલમાં કામ કર્યુ હતુ. બંને 6 વર્ષ સુધી લિનઈન રિલેશનશિપમાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X